Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Love Is Blind Proverb Do True This Ahmedabadi Man

‘કિંજલના આયુષ્યનું કંઈ નક્કી નથી, દર 15 દિવસે ચડે છે બ્લડ’, છતાં નવીને કર્યા લગ્ન

Gopal Mehta, City Reporter | Mar 20, 2017, 09:32 AM IST

  • કિંજલ શાહ જેને ત્રણ મહિનાની ઉંમરથી થેલેસેમિયા મેજર છે
અમદાવાદ: ‘કિંજલનામેરેજ વિશે અમે ક્યારેય વિચાર્યુ નહોતુ. અમે માનતા હતા કે કોઈ છોકરો તેની સાથે લગ્ન માટે તૈયાર નહીં થાય. અમે તેને આજીવન સાથે રાખવાનુ નક્કી કરી લીધેલુ. વાત કિંજલે પણ સ્વીકારી લીધેલી. આમ છતાં તે ક્યારેક મને પૂછી બેસતી કે, ‘પપ્પા, શું મારા લગ્ન ખરેખર ક્યારેય નહીં થાય?’ અને હું કંઈ જવાબ આપી શકતો.’ શબ્દો છે કિંજલ શાહના પિતા સંજીવ શાહના. 
 
ત્રણ મહિનાની હતી ત્યારથી થેલેસેમિયા
 
કિંજલ શાહ જેને ત્રણ મહિનાની ઉંમરથી થેલેસેમિયા મેજર છે. જેને અગાઉ મહિનામાં એક વાર બ્લડ ચડાવવું પડતું હતું અને આજે દર પંદર દિવસે ચડાવવું પડે છે. ડોક્ટર્સ જેના આયુષ્યની કોઈ ગેરંટી આપવા તૈયાર નથી. જેને ખુદના લગ્ન થવા અંગે શંકા હતી તેની સાથે લગ્ન કર્યા નવીને. પણ કિંજલને બ્લડ કેન્સર હોવાનું સાંભળ્યુ હોવા છતાં. નવીન કિંજલના પ્રેમમાં એવો પડ્યો કે ખુદ કિંજલ, તેના પિતા કે ડોક્ટરની પણ સમજાવટ કામ લાગી. 
 
લવ સ્ટોરીની શરૂઆત થઇ
 
લવ સ્ટોરીની શરૂઆત ત્યારે થઈ જ્યારે ફ્રેન્ડશીપ ડેના દિવસે અચાનક કિંજલ પર નવીનનો ફોન આવ્યો. કિંજલ કહે છે, ‘હું તેને ઓળખતી નહોતી. અમારા કેટલાક ફ્રેન્ડ કોમન હતા. તેણે અચાનક ફોન પર મારી સાથે લગ્નનો પ્રસ્તાવ મુકી દીધો. મને થયું કે કદાચ તે મારા આરોગ્ય વિશે નહીં જાણતો હોય. મેં તેની સાથે મુલાકાત ગોઠવી. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, મને છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: Love is blind proverb do true this ahmedabadi man
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended