Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Family Reports Son Missing, Finds He Has Turned Into Daughter

અ'વાદ: પરિવારે પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી, સેક્સ ચેન્જ કરાવી પાછો આવ્યો

divyabhaskar.com | Mar 17, 2017, 10:20 AM IST

અમદાવાદઃ શહેરમાં ગુમ થયેલો પુત્ર પુત્રી બનીને ઘરે પાછો આવ્યો હોવાનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનો એક પ્રતિષ્ઠિત સોની પરિવાર ગુમ થયેલા પોતાના 25 વર્ષીય પુત્રને શોધી રહ્યો હતો, ત્યારે એક સપ્તાહ બાદ પુત્ર મિતેશ (નામ બદલ્યું છે) પાછો તો આવ્યો પણ સેક્સ ચેન્જ કરાવીને. આ ઘટનાથી પરિવાર પણ સ્તબ્ધ થઇ ગયો છે.
 
મિતેશ સેક્સ ચેન્જ કરાવી ચૂક્યો હતો
 
માધવપુરા વિસ્તારમાં સોનીની દુકાન ધરાવતા આ પરિવારે પોતાનો પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના એક સપ્તાહ બાદ પોલીસે ફોન કરીને જાણકારી આપી હતી કે તેનો પુત્ર મળી ગયો છે. આ સમાચાર સાંભળી પરિવારની ખુશીનો પાર ન હતો. ત્યાં જ પોલીસે જણાવ્યું હતું કે, મિતેશ હવે પુત્ર રહ્યો નથી, સેક્સ ચેન્જ કરાવી ચૂક્યો છે. આ વાત સાંભળી પરિવાર આધાતમાં સરી પડ્યો હતો.
 
પરિવાર સહમત ન થતાં કર્યો નિર્ણય
 
મિતેશ સેક્સ ચેન્જ કરાવવા માટે ઘર છોડી જતો રહ્યો હતો. આ અંગે પોલીસનું કહેવું છે કે, મિતેશે ગ્રેજ્યુએશન કર્યા પછી ફેમિલી બિઝનેસમાં જોડાવવાનું નક્કી કર્યું હતું. કેટલાક વર્ષો પહેલાં તેને અહેસાસ થયો હતો કે, તે એક એવો પુરુષ છે જે સ્ત્રીના શરીરમાં કેદ છે. મિતેશે સેક્સ ચેન્જ કરાવવા માટે પરિવારની રાજી કરવા ઘણી કોશિશ કરી હતી, પણ મિતેશનો પરિવાર તેના આ નિર્ણય સાથે સહમત ન હતો. 
 
તે હોસ્પિટલમાં સેક્સ ચેન્જ કરાવવા ગયો હતો
 
જે બાદ મિતેશે આ અંગે પરિવાર સાથે વાત કરવાનું છોડી દીધું હતું અને એક સપ્તાહ પહેલાં અચાનક જ ગુમ થઇ ગયો હતો. આ કેસની તપાસ કરી રહેલાં ASI કે.એન. મનતે જણાવ્યું હતું કે, પરિવારે મિતેશ ગુમ થઇ ગયો હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. અમે તેનો ફોન ટ્રેસ કરતાં નવરંગપુરામાં તેનું લોકેશન મળ્યું હતું. પોલીસે મિતેશનું બાઇક એક હોસ્પિટલની બહાર મળી આવ્યું હતું. ASI મનતે જણાવ્યું હતું  કે, મિતેશ તે હોસ્પિટલમાં સેક્સ ચેન્જ કરાવવા ગયો હતો. તેણે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે તેણે આવું પોતાની મરજીથી કર્યું છે. અમે આ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને કરી હતી.
 
દોઢ વર્ષ પહેલાં હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરેપી લીધી હતી
 
સૂત્રોનું માનીએ તો મિતેશ લાંબા સમયથી આ ઓપરેશનની તૈયારીઓ કરી રહ્યો હતો. તેણે ઓપરેશનના લગભગ દોઢ વર્ષ પહેલાં હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરેપી પણ લીધી હતી. સમાચાર મળતાં જ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા પરંતુ મિતેશે તેમની સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો. પોલીસે પણ સમજાવવાનો પ્રયાસ કરવા છતાં મિતેશે પોતાના પરિવાર સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: Family reports son missing, finds he has turned into daughter
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended