Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad Diamond Company Workers On Strikes

અ'વાદઃ PF-પગાર મુદ્દે નિકોલની ડાયમંડ કંપનીના હજારો કલાકારો હડતાલ પર

divyabhaskar.com | May 19, 2017, 19:31 PM IST

  • કંપની સંચાલકોની દાદાગીરી સામે અચોક્કસ મુદ્દતની હડતાલ પર રત્ન કલાકારો
અમદાવાદઃનિકોલ અને બાપુનગર વિસ્તારમાં ચાલતી કિરણ એક્સપોર્ટના 14 હજારથી વધુ કર્મચારીઓ પગાર સ્લીપ નહીં મળવા, પીએફની જરૂરી માહિતી ન આપનાર કંપની સંચાલકોની દાદાગીરી સામે ગુરુવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. તમામ કર્મીઓએ દિવસ દરમિયાન કિરણ એક્સપોર્ટના ગેટ સામે દેખાવો કર્યા હતા, તો આજે વહેલી સવારથી મોટાભાગના કર્મચારીઓ દેખાવો કરી રહ્યાં છે. 
 
રત્નકલાકારોએ કંપની સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, કંપની દ્વારા કોઈ પણ કર્મચારીને પગાર સ્લીપ અપાતી નથી અને ઉચ્ચક પગાર ચુકવી દેવાય છે. રીતે કંપની દ્વારા તમામ કર્મીઓના પીએફના રૂપિયા, ઇએસઆઈનો હપ્તો સહિત અન્ય કપાત પણ કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ કર્મચારીને પીએફની સ્લીપ આપવામાં આવી નથી. એજ રીતે તેમને કામદાર રાજ્ય વીમા યોજનામાં સારવારનો લાભ મળતો નથી. 
 
વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad Diamond Company workers on strikes
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended