Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Civil Engineer Panting With Water Colour Of Sarkhej Roza

અ'વાદ: તમે ક્યારેય આ રીતે ઐતિહાસિક સરખેજ રોજાને નહીં જોયો હોય!

divyabhaskar.com | Apr 18, 2017, 14:42 PM IST

  • કળા દ્વારા ઐતિહાસિક વારસાને જીવંત રાખવા પ્રયાસ
અમદાવાદ: 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે હોવાથી શહેરના ઐતિહાસિક સ્થળોએ લાઇટિંગ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદના એક સિવિલ એન્જિનિયર પોતાની કળા દ્વારા ઐતિહાસિક વારસાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યાં છે. જીગર પંડ્યા વોટર કલર દ્વારા ઐતિહાસિક સરખેજ રોજાના સ્કેચ તૈયાર કરી રહ્યાં છે. તેઓ વર્ષના અંત સુધી સરખેજ રોજાના 100 સ્કેચ તૈયાર કરી એક્ઝિબિશન કરવા માંગે છે. 
 
જીગર પંડ્યાએ જણાવ્યું હતું કે, હું સિવિલ એન્જિનિયર છું અને આર્ટ મારો શોખ છે. મેં સરખેજ રોજાના અલગ-અલગ પેઇન્ટિંગ વોટર કલરમાં બનાવ્યા છે. અઠવાડિયામાં શનિ-રવિ દે દિવસ નિયમિત રીતે ત્યાં જવું છું. અંદાજે 100 જેટલા સ્કેચમાં સરખેજ રોજાના અલગ-અલગ એંગલ બનાવવાનું લક્ષ્ય છે અને એક્ઝિબિશન કરવું છે. આનાથી સરખેજ રોજા તરફ લોકોનું ધ્યાન ખેંચાશે અને હેરિટેજ સ્ટ્રક્ચર વિશે જાગૃત્તિ આવશે. કલા એક સાધના છે અને પોતાની કલાને તથા આપણા વારસાને જાળવીએ. આર્ટ દ્વારા આપણા વારસાને જીવંત બનાવવાનો હેરિટેજ સ્મારકની જાળવણી થાય એ મુખ્ય હેતુ છે.
  આગળની સ્લાઇડ્સમાં જુઓ, સરખેજ રોજાના વિવિધ પેઇન્ટિંગ્સ....
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: Civil engineer panting with water colour of Sarkhej roza
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended