Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: AMC Bulldozer On 55 Years Old Temple In Vastrapur

અ'વાદ: કોર્પોરેશનને 55 વર્ષ જૂના મંદિર પર ફેરવ્યું બુલડોઝર

divyabhaskar.com | Mar 19, 2017, 01:37 AM IST

  • રાતો-રાત મંદિર પર બુલડોઝર ફેરવી દેવાયું
અમદાવાદ:ડ્રાઈવ ઈન રોડ ઉપર ઈન્દ્રપ્રસ્થ ટાવર 3 રસ્તા ઉપર આવેલા 55 વર્ષ જૂના શ્રી ચામુંડા માતા મંદિરનો ઓટલો કોર્પોરેશને રાતોરાત તોડી દેતા ભારે વિવાદ થયો હતો. સવારે મંદિર ખંડિત હાલતમાં તેમજ પ્રાંગણમાં કાટમાળ જોઇને ભાવુકોની લાગણી દુભાઇ હતી. તાત્કાલિક મંદિરનો ઓટલો બનાવી આપવાની માંગણી સાથે લોકો કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની ઓફિસે ગયા હતા. જ્યાં ટ્રસ્ટી સહિતના ભાવુકોની રજૂઆત સાંભળ્યા બાદ કોર્પોરેશનની ટીમ મંદિરના સ્થળે આવીને માફી માંગી ગઇ હતી.

શુક્રવારે રાતે 1.51 વાગ્યે કોર્પોરેશનની ટીમ આવી અને ઓટલા સહિતની તોડફોડ કરી હતી. તેઓ કાટમાળ પણ સાથે લઇ ગયા ન હતા. શનિવારે સવારે ભાવુકો મંદિરમાં દર્શન કરવા આવ્યા ત્યારે જોયું મંદિર કાટમાળથી ઘેરાયેલું હતું. જેથી ભારે હોબાળો થયો હતો. જો કે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વસ્ત્રાપુર પોલીસ તેમજ ઉપરી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે ટ્રસ્ટી તેમજ ભાવુકો કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની ઓફિસે ગયા હતા અને આવેદન પત્ર આપ્યું હતું.  
 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઘટના સંબંધિત વિગતો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: AMC bulldozer on 55 years old temple in vastrapur
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended