Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Acid Attack By Husband After One Years Of Marriage

અ'વાદ: પતિએ પત્ની પર નાંખ્યું એસિડ, એક વર્ષ પહેલાં થયા હતા લગ્ન

divyabhaskar.com | Mar 17, 2017, 17:09 PM IST

  • અ'વાદ: પતિએ પત્ની પર નાંખ્યું એસિડ, એક વર્ષ પહેલાં થયા હતા લગ્ન,  ahmedabad city news in gujarati
અમદાવાદ:શહેરના બાપુનગર વિસ્તારમાં પરિણીતા પર પોતાના પતિએ એસિડ નાંખ્યો હોવાની ઘટના સામે આવી છે. પરિણીતા પોતાના વ્હીકલ પર રિવરફ્રન્ટ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે તેના પતિએ તેના રસ્તામાં રોકી એસિડ વડે હુમલો કર્યો હતો. જેમાં પરિણીતાનું એક હાથ અને પગ દાઝી જતાં વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પરિણીતાના લગ્ન થયા હતા. 
 
અદાવત રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ
 
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, એક વર્ષ પહેલાં પીડિતા નસીમબાનું (નામ બદલ્યું છે)ના લગ્ન દરીયાપુરમાં રહેતાં યુવાન સાથે થયા હતા. નસીમબાનું બે માસના બાળકની માતા છે, જ્યારે લગ્ન બાદ સતત તેની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેના અંતે નસીમબાનુંએ તેના પતિ, સાસુ અને દિયર વિરુદ્ધ 498 (ક) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ જણાવ્યા અનુસાર, આ ફરિયાદની અદાવત રાખી તેના પતિએ એસિડ વડે હુમલો કર્યો છે. જ્યારે રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: Acid attack by husband after one years of marriage
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended