Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: A Woman Detained With 6 Kg Gold On Airport

અમદાવાદ: એરપોર્ટ પર છ કિલો સોના સાથે મહિલાની અટકાયત

divyabhaskar.com | Mar 18, 2017, 02:16 AM IST

  • અમદાવાદ: એરપોર્ટ પર છ કિલો સોના સાથે મહિલાની અટકાયત,  ahmedabad city news in gujarati
અમદાવાદઃઅમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એર પોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે, ઈરાની દંપતિ પાસેથી રૂ. દોઢ કરોડનું 6 કિલોગ્રામ સોનું પકડી પાડ્યું હતું. દુબઈથી આવેલ ફ્લાઈટમાં અમદાવાદ એર પોર્ટ પર ઉતરેલા આ બંન્ને પ્રવાસીઓની દાણચોરીના સોના સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા પ્રવાસીએ વસ્ત્રો નીચે કમરના બેલ્ટમાં અને સાથળ પર બેલ્ટ બાંધીને સોનું છૂપાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું છે કે, દુબઈથી આવતી અમિરાતની ફ્લાઈટમાં અમદાવાદ આવી રહેલ ઈરાનના બે પ્રવાસીઓ દાણચોરીનું સોનું લઈને આવી રહ્યા હોવા અંગે કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલીજન્સ યુનિટ (એઆઈયુ)ને મળેલી બાતમીના આધારે દુબઈથી આવતી ફ્લાઈટ પર કસ્ટમ્સ સત્તાવાળાઓ ચાંપતી નજર રાખી રહ્યા હતા. દુબઈથી આવેલ અમિરાતની ફ્લાઈટમાં આવેલ પ્રવાસી નોવરી ઝાદેહ બાર્બાઈ અને મહિલા પેસેન્જર હેલ્મા શિરેલની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી અને કસ્ટમ્સ અધિકારીઓ તેમના પર બાજ નજર રાખી રહ્યા હતા.

દુબઇથી આવ્યા હતા
ઈરાનના વતની એવા આ બંન્ને પેસેન્જરને લઈને દુબઈથી શુક્રવારે વહેલી સવારે અમિરાતની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. આ બંન્ને પેસેન્જરે તેમની સાથે લાવવામાં આવેલ 6 કિલોગ્રામ સોનું કસ્ટમમાં ડીક્લેર કર્યા વિના બહાર નીકળી જવાનો પ્રયાસ કર્યો હતો. આ વેળા મેટલ ડિટેક્ટરમાં બીપ... બીપ... અવાજ આવતાં કસ્ટમ્સ સત્તાવાળાઓે પ્રાથમિક પૂછપરછ કરીને તેમની તલાશી લેવા તાકીદ કરી હતી. આ દંપતિની તલાશી લેતાં મહિલા પેસેન્જર પાસેથી 6 કિલો દાણચોરીનું સોનું મળી આવ્યું હતું. આ મહિલાએ પહેરેલા કમર પટ્ટામાં તેમજ સાથળ પર સોનાના બિસ્કીટ બાંધીને છૂપાવ્યા હતા.

જોકે, આ સોનાની ખરીદી અંગેના બિલો આ મહિલાના પતિ પાસે હોવાનું જાણવા મળે છે. આ દંપતિ પાસેથી પકડાયેલા દાણચોરીના 6 કિલોગ્રામ સોનાની કિંમત રૂ. 1 કરોડ, 51 લાખ અંદાજવામાં આવે છે.
ગત વર્ષે ફેબ્રુઆરીમાં એરપોર્ટથી 16.20 કરોડની કિંમતનું 60 કિલો સોનું પકડી પાડવામાં આવ્યું હતું. ઉપરાંત ગત વર્ષની 26 એપ્રિલે 52 કિલો સોનું પકડાયું હતું.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: A woman detained with 6 kg gold on airport
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended