Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: A Handicap Girl Giving Board Exam Without Writer

ધો.10ની વિદ્યાર્થીનીના હાથમાં એક-એક આંગળી, રાઇટર વિના આપે છે પરીક્ષા

divyabhaskar.com | Mar 19, 2017, 11:22 AM IST

  • મિત્તલને બન્ને હાથમાં છે એક-એક આંગળી
અમદાવાદ: ધોરણ-૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની હિંમત જોઈને ડીઈઓ કચેરીના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. બંને હાથમાં માત્ર એક-એક આંગળી હોવા છતાં આ વિદ્યાર્થીને રાઇટર લીધા વગર જ બોર્ડની પરીક્ષા આપી રહી છે. જોકે, ડીઇઓ કચેરીમાં રજૂઆત કરતાં તેને વધુ 30 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.
 
રાઇટર વિના પરીક્ષા આપે છે મિત્તલ
 
ઈસનપુર વિસ્તારમાં રહેતી મિત્તલ પંડિત મણિનગરમાં આવેલી ડિવાઈન બડ્સ સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. તે શારીરિક રીતે વિકલાંગ હોવા છતાં તેની માનસિક સ્થિતિ ખૂબ જ મજબૂત છે. બંને હાથમાં એક-એક જ આંગળી હોવા છતાં મક્કમ મનોબળ ધરાવતી મિત્તલે રાઇટર લીધા વગર જ બોર્ડની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત સ્કૂલનું તમામ કામ તે પોતે જ કરતી હતી. 
 
ડીઇઓએ વધુ 30 મિનિટ ફાળવી
 
રાઇટર વિના પરીક્ષા આપવાનું નિર્ધાર કરનાર મિત્તલનું પ્રથમ પેપરમાં ૧૦ માર્કનું લખવાનું રહી ગયું હતું. તેને ૩૦ મિનિટ વધુ સમય મળી રહે અને પેપર પૂરું કરી શકે તે માટે તેના વાલી દ્વારા ડીઇઓ કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, નિયમ મુજબ રાઈટર લેનારા વિદ્યાર્થીઓને જ ૩૦ મિનિટનો સમય મળતો હોય છે. જ્યારે મિત્તલના આત્મવિશ્વાસને જોતાં ડીઇઓ દ્વારા તેને વધુ 30 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.
 
પ્રથમ દિવસે ન મળ્યો વધારાનો સમય
 
સ્કૂલની સામાન્ય ભૂલના લીધે પ્રથમ દિવસે ધોરણ-૧૦ની પ્રથમ ભાષાની પરીક્ષામાં તેને મુશ્કેલી પડી હતી. વિકલાંગ હોવાના લીધે તેની સ્કૂલ તરફથી એમ જણાવાયું હતું કે, વિકલાંગતાનું સર્ટિફિકેટ લઈને પરીક્ષા આપવા જશો તો ૩૦ મિનિટ વધારે મળશે, પરંતુ તેનો નંબર મણીનગરની બેસ્ટ સ્કૂલમાં આવ્યો હતો અને ત્યાં હાજર કર્મચારીએ રાઈટર લીધો હોય તે સંજોગોમાં જ વધારાની ૩૦ મિનિટનો લાભ મળી શકે તેમ જણાવી તેને વધારાના સમયનો લાભ આપ્યો ન હતો. તેના પગલે પ્રથમ પરીક્ષામાં તેને ૧૦ માર્કના પ્રશ્નોના જવાબ લખવાના રહી ગયા હતા.
 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, જાતે જ કરે છે હોમવર્ક...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: A handicap girl giving board exam without writer
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended