Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: 100 Special Children Traveled By Plain First Time

અ'વાદ: 100 સ્પેશિયલ ચાઈલ્ડની 'સપનો કી ઉડાન', પ્લેનમાં પહોંચ્યા મુંબઇ

divyabhaskar.com | Mar 17, 2017, 23:02 PM IST

  • સ્ટાર્સના બંગ્લાની મુલાકાત કરાવવામાં આવશે
અમદાવાદ:નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેની રજત જયંતીના ભાગરૂપે સપનો કી ઉડાન પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સ્પેશિયલ બાળકોને અમદાવાદથી મુંબઈ પ્લેનમાં એક દિવસીય મુસાફરી માટે લઇ જવાયા છે. નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટમાંથી 54 અને ઉત્થાન સંસ્થામાંથી 46 બાળકોને લઈ જવાયા. એમ કુલ 100 બાળકોને ખુશીનો અહેસાસ કરાવવામાં આવશે. તેમની સાથે અન્ય 56 એસ્કોર્ટ પણ સામેલ છે. 
 
સ્ટાર્સના બંગ્લાની મુલાકાત કરાવવામાં આવશે
 
બાળકોની મુસાફરી મુંબઈ માટે એક દિવસીય છે. જેના માટે તેઓ 18 માર્ચના રોજ સવારે 5.30 કલાકે ફ્લાઈટમાં બેસી મુંબઈ પહોંચ્યા હતા. તેઓને બે ફ્લાઈટમાં મુંબઈ લઈ જવાયા છે. જ્યાં તેમને સિદ્ધિ વિનાયક મંદિર, નહેરૂ સાયન્સ સેન્ટર, ગેટ વે ઓફ ઈન્ડિયા, હેંગીગ ગાર્ડન, મહાલક્ષ્મી મંદિર, હાજી અલી, જૂહુ ચોપાટી, ફિલ્મ સ્ટાર્સના બંગ્લાની મુલાકાત કરાવવામાં આવશે તેમજ હોટલમાં જમાડવામાં પણ આવશે. મુંબઈ દર્શન બાદ તેમને રાત્રે 9.30 કલાકની ટ્રેનમાં રિટર્ન અમદાવાદ લવાશે. 
 
પહેલીવાર આ રીતે સ્પેશિયલ ચાઇલ્ડને આ રીતે લઇ જવાયા
 
આ અંગે નવજીવન સ્કૂલના પ્રિન્સિપાલ નિલેશ પંચાલ કહે છે કે, ‘લાયન્સ ક્લબ ડીઝાયર અને અન્ય બીજા દાતાઓએ અમને ટ્રીપ માટે મદદ કરી છે. એક સાથે સ્પેશિયલ ચાઈલ્ડ રીતે પહેલીવાર લઈ જવાયા છે. જેનો ચાર પ્રકારે રેકોર્ડ પણ નોંધાશે. ઉપરાંત મંજૂરી મળશે તો અમે આમિરખાન, સુનિલ શેટ્ટી જેવા સ્ટાર સાથે પણ બાળકોની મુલાકાત કરાવીશું.’ 
 
ચાર વર્લ્ડ રેકોર્ડ નોંધાશે 
 
એકસાથે 100 સ્પેશિયલ ચાઈલ્ડ બાળકોને લઈ જવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન મળશે. 
  આગળની સ્લાઇડ્સમાં જુઓ, સંબંધિત તસવીરો...
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: 100 special children traveled by plain first time
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended