Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» દિયર-ભાભીના પ્રેમે પતિનો ભોગ લઇ લીધો પત્ની પકડાઇ ગઇ જ્યારે પોલીસ ભાઇને શોધી રહી છે.

દિયર-ભાભીના પ્રેમે પતિનો ભોગ લઇ લીધો પત્ની પકડાઇ ગઇ જ્યારે પોલીસ ભાઇને શોધી રહી છે.

ketan dave | Feb 10, 2013, 13:47 PM IST

અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી ભાભી-દિયર અને જેઠ-વહુ વચ્ચેના સંબંધોએ માજા મૂકી છે, ત્યારે હજૂ તાજેતરમાં જ સામે આવેલી એક ઘટનાએ મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓને વિચારતા કરી દીધા હતા. વાત જાણે એવી હતી કે, છેલ્લા થોડા સમયથી દિયર-ભાભી વચ્ચે આડાસંબંધો ચાલી રહ્યા હતા. જેની જાણ એકવાર મોટાભાઈને થતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.

સોલા રોડ શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા કનૈયાલાલ દીપચંદ સોની(ઉં. ૪૨)એ પત્ની અને નાના ભાઈ વિનોદના ત્રાસથી ઘરમાં અગ્નિસ્નાન કરી લીધું હતું જોકે તેણે પોતાના મરણોન્મુખ નિવેદનમાં લખ્યાવ્યું હતં કે, પત્ની અને નાના ભાઇના ત્રાસથીજ પોતે આપઘાત કરી રહ્યો છે. તેમને સજામાં ફાંસી આપજો.જોકે આ પ્રકરણમાં પોલીસે કનેયાલાલ સોનીની પત્ની નિર્મલાની ધરપકડ કરી છે, જ્યારે હજુ ભાઈ વિનોદ ભાગતો ફરતો હોવાથી પોલીસે તેની શોધખોળ આદરી છે.

મૂળ રાજસ્થાનનો વતની કનૈયાલાલ દીપચંદ સોની (ઉં.૪૨) પત્ની નિર્મલા તથા નાના ભાઇ વિનો દ સાથે સોલા રોડ પરના શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને ખાનગી નોકરી કરતો હતો.

(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલતા જાવ.)

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: દિયર-ભાભીના પ્રેમે પતિનો ભોગ લઇ લીધો પત્ની પકડાઇ ગઇ જ્યારે પોલીસ ભાઇને શોધી રહી છે.
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended