Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» બળાત્કારનો ભોગ બનેલી મોડેલ યુવતીને એક યુવકે અપનાવી તો ખરી, યુવક પણ વ્યંડળો ભેગો ભળી જતાં યુવતીના

બળાત્કારનો ભોગ બનેલી મોડેલ યુવતીને એક યુવકે અપનાવી તો ખરી, યુવક પણ વ્યંડળો ભેગો ભળી જતાં યુવતીના જીવનમાં ફરીથી અંધકાર

ketan dave | Jan 18, 2013, 12:20 PM IST

દિલ્હી ગેંગ રેપ બાદ દેશભરના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા . આવાજ એક કિસ્સામાં અમદાવાદના સોલા વિસ્તારમાં પણ ગેંગરેપનો ભોગ બનેલી એક મોડેલને એક યુવકે અપનાવી લેતાં તેની જિંદગીમાં ફરીથી વસંત આવી હતી. જાણે કે કુદરતને આ યુવતીની ખુશી મંજુર ન હોય, તેમ યુવતી સગર્ભા બની કે તરત જ તેની સાથે લગ્ન કરનાર યુવક વ્યંડળ બની ગયો હતો.

આટલું ઓછું હોય તેમ યુવતીને તેના સસરાએ લાતો મારતાં તેનો ગર્ભપાત થઇ જતાં ફરીથી મોડેલ યુવતીનું જીવન અંધકારમય બની ગયું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોતાને ન્યાય અપાવવાની યાચના સાથે યુવતીએ પોલીસ કમશિરન સમક્ષ પોતાની દાસ્તાન રજુ કરતાં પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. જો કે પોલીસ કમિશનરે આ પ્રકરણની તપાસ કરવા સોલા પોલીસને આદેશ આપ્યો હતો.

સવારે અગિયારેક વાગ્યાનો સમય હતો ત્યારે એક રૂપાળી કહી શાકાય તેવી યુવતી સામાન્ય કપડાંમાં સજજ થઇને નિરાશ ચહેરે પોલીસ કમશિરન કચેરીમાં પ્રવેશે. ગેટ પાસે જ વોચમેને પુછપરછ કરતાં તેણે પોલીસ કમશિનર સાહેબને મળવાનું કહી કચેરીમાં પ્રવેશ મેળવ્યો.

(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો)

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: બળાત્કારનો ભોગ બનેલી મોડેલ યુવતીને એક યુવકે અપનાવી તો ખરી, યુવક પણ વ્યંડળો ભેગો ભળી જતાં યુવતીના
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended