Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» પંકજ ત્રિવેદી હત્યા કેસમાં જયશ્રી દીદીનો પણ હાથ ? વધુ તપાસની માગ કરતી અરજી પર સુનવણી શરૂ

પંકજ ત્રિવેદી હત્યા કેસમાં જયશ્રી દીદીનો પણ હાથ ? વધુ તપાસની માગ કરતી અરજી પર સુનવણી શરૂ

mayur joshi | Jan 09, 2013, 10:32 AM IST

સ્વાધ્યાય પરિવારના કરોડોનાં કૌભાંડ અને જયશ્રી તલવરકર(જયશ્રી દીદી)ની રીતરસમો સામે જંગે ચઢેલા એનઆરઆઇ પંકજ ત્રિવેદી હત્યા કેસમાં છ વર્ષ બાદ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ થયો છે. ત્યાર બાદ આ કેસના સાક્ષીઓ દ્વારા વધુ તપાસની માગ કરતી અરજી કરવામાં આવી હતી. જેમાં તપાસમાં કઇ ખામી રહી ગઇ તે મુદ્દે એફિડેવિટ રજૂ કરવા સરકારે જણાવી આ મામલે સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, પંકજ ત્રિવેદી હત્યા કેસમાં જયશ્રીદીદીનો હાથ હોવાની પણ રજુઆત કરવામાં આવી હતી.

એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી પંકજ ત્રિવેદી હત્યાકેસમાં પોલીસે તબક્કાવાર સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા ચંદ્રસિંહ જાડેજા, મુકેશ ચુડાસમા, દક્ષેશ શાહ, ભૂપેન્દ્રસિંહજાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહચુડાસમા, ભરત ભટ્ટ, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી અને જશુભાઇ જાડેજા સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે.

વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો...

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પંકજ ત્રિવેદી હત્યા કેસમાં જયશ્રી દીદીનો પણ હાથ ? વધુ તપાસની માગ કરતી અરજી પર સુનવણી શરૂ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended