Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» You Can Also Contribute Gujarati Article In Wikipidea Now

વિકિપીડિયામાં હવે તમે ગુજરાતી આર્ટિકલ કન્ટ્રીબ્યુટ કરી શકશો

Ketan Rajput, Ahmedabad | Apr 24, 2012, 17:47 PM IST

thumb_300_33વિકિપીડિયામાં આર્ટિકલ કન્ટ્રીબ્યુટ કરીને પોતાની માહિતીને સમગ્ર દુનિયા સાથે શેર કરવા માગતા યંગસ્ટર્સને ગાઈડન્સ આપવાના હેતુથી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિકિપીડિયામાં વિવિધ વિષયના ૪૦ લાખ આર્ટિકલ મૂકવામાં આવ્યા છે અને તેને દર મહિને ૬.૫ લાખ પેજ વ્યૂ મળે છે.



વિકિપીડિયામાં ભારતીય ભાષાની સામગ્રી વધુ સમૃદ્ધ બને અને લોકો વધારે સંખ્યામાં કન્ટ્રીબ્યુટ કરે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિકિપીડિયાના ગુજરાત પ્રોજેક્ટને શહેરના બે યુવાનો હર્ષ કોઠારી અને કોનારક રત્નાકર દ્વારા ચલાવવામાં આવે છે.



ઈંગ્લિશ તથા ગુજરાતી ભાષામાં કન્ટ્રીબ્યુટ કરવા અંગે ૨૦ સ્ટુડન્ટ્સ સાથે ડિસ્કશન કરીને તેમને પ્રેઝેન્ટેશન દ્વારા સમજાવવામાં આવ્યું હતું. ૨૫૬ ભાષાઓ અને ૫૦ કરોડ વિઝિટર દર મહિને મુલાકાત લે છે. જેમાંથી ભારતની ૨૦ ભાષાઓ અને ૨ કરોડ લોકો દર મહિને વ્યૂ કરવામાં આવે છે.



હાલમાં ૨૨ હજાર આર્ટિકલ ગુજરાતીમાં જોવા મળે છે. જેને ૨૦ ગુજરાતી એક્ટિવ એડિટર એડીટ કરે છે. આ પ્રસંગે વિકિ મિડિયા ઇન્ડિયાના ટ્રેઝરર અને દિલ્હીથી વિકિપિડીયા ઇન્ડિયા પ્રોગ્રામર હિસામ મુન્ડોલે આ સેમિનાર કન્ડકટ કર્યો હતો.



તમામ તસવીરો : કેતન રાજપૂત



(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: you can also contribute gujarati article in wikipidea now
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended