Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» 56 Year Age New Hair For Party In Hotel With Frineds

આવી ખુશીમાં આજ સુધી કોઇએ પાર્ટી નહીં આપી હોય, ગિફ્ટ પણ અકલ્પનીય!

divyabhaskar.com | May 17, 2017, 16:12 PM IST

  • 56 વર્ષની ઉંમરના માથાના આગળના ભાગમાં વાળ લગાડવાની ખુશીમાં પાર્ટી
અમદાવાદ:બર્થ ડે કે મેરેજ એનિવર્સરીની પાર્ટીઓ તો અવાર નવાર થતી હશે, પરંતુ કોઈ માથામાં વાળ આવવાની ખુશીમાં પાર્ટી આપે? આવી પાર્ટી નિખિલભાઈ શાહે તેમના મિત્રોને આપી. 56 વર્ષની ઉંમરે માથામાં વાળ લગાડવાની ખુશીમાં પાર્ટી. નિખિલભાઈને ખબર હતી કે મારા મિત્રો પણ આ પ્રકારની પાર્ટીની વાત મજાકમાં લઈશે. તેથી તેમણે મિત્રો અને સંબંધીઓને વૉટસએપ પર મેસેજ કરીને ઈન્વાઈટ કર્યા હતા. જ્યારે મિત્રો પણ નિખિલભાઇ માટે માથામાં નાખવાનું તેલ, અરીસો વગેરે ગિફ્ટ લઇને આવ્યા હતા.
 

મેસેજમા પાર્ટીના સ્થળ અને કારણ વિશે લખ્યું હતું સાથે તેમાં પણ સ્પષ્ટતા હતી કે વાત મજાક નથી જેથી આવવું. નવાઈ પામતા મિત્રો પણ તેમની ખુશીમાં સામેલ થયા અને તેમના માટે માથામાં નાખવાનું તેલ અને અરીસો ગિફ્ટમાં લઈને આવ્યા. 

નિખિલ શાહે ઈન્વિટેશનમાં લખ્યું, વાત મજાક નથી

અંગે નિખિલ શાહે જણાવ્યું હતુ કે,'મારા માથાના આગળના વાળ 38 વર્ષની ઉંમરે જતા રહ્યાં. પહેલા વાત એક્સેપ્ટ કરી લીધી. હું ઉંમરે અંદરથી તો યંગ છું પરંતુ મારે બહારથી પણ યંગ અને પ્રફુલ્લિત દેખાવું હતું જેથી મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. જેથી પાંચ મહિનામાં નવા વાળ આવ્યા છે. જેની ખુશી મને મારા બર્થ ડે કરતા પણ વધારે છે. જેથી મેં તેનું સેલિબ્રેશન કરવાનો વિચાર્યું. જેમાં 18 મિત્રો અને સગા સંબંધીઓને બોલાવ્યા હતા. પાર્ટી તો એક બહાનું છે પરંતુ લાઈફની એક એક ક્ષણને સેલિબ્રેટ કરવી જોઈએ.' 

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 56 year age new hair for party in hotel with frineds
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended