Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» 40 Years Not Enough Recover Infected File Data By Ransom

રેન્સમવેર વાયરસથી ડેમેજ થયેલી ફાઇલ્સ 40 વર્ષમાં પણ પૂરી રિકવર ન થાય

Chetan Purohit, Ahmedabad | May 18, 2017, 08:45 AM IST

અમદાવાદઃ વિશ્વના સંખ્યાબંધ દેશની કોમ્પ્યુટર સિસ્ટમને શિકાર બનાવનાર રેન્સમવેર વાયરસ હુમલાની ઘણી ખરી અસર ગુજરાતમાં પણ થઇ છે. દરેક સેક્ટરમાં રેન્સમવેરનો ફફડાટ જોવા મળી રહ્યો છે. FSLના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ વાયરલ એટલો ખતરનાક છે કે તેના લીધે ડેમેજ થયેલી ફાઇલ્સ રિકવર કરતાં 40 વર્ષથી વધુ સમય લાગી શકે છે, છતાંય પૂરી રિકવરી શક્ય નથી.
 
ઘણી કંપનીઓ શરમને  કારણે સામે આવતી નથી
 
FSLના સૂત્રોએ જણાવ્યું હતું કે, રેન્સમવેર એટેક એક ગ્રુપના સભ્યોએ ભેગા મળીને કર્યું છે. જેમાં એક્સપી અને વિન્ડોઝ સિસ્ટમ સૌથી ભોગ બની છે. ખાસ કરીને લાયસન્સ વગરના વર્ઝન કોમ્પ્યુટર્સને સૌથી વધુ અસર થઇ છે. કોર્પોરેટ્સ કંપનીઓ શર્મના કારણે સામે આવતી નથી. કારણ કે ઘણી કંપનીઓ લાયસન્સ વગરના વર્ઝન વાપરે છે. FSLની ટીમ અફેક્ટેડ ફાઇલ ડિટેક્ટ કરવા રિસર્ચ કરી રહી છે. મહત્વની સાઇટ્સ રેલવે, એર ટ્રાફિક વગેરેને અસર થાય તો મોટું નુકસાન થઇ શકે છે. જેની સિક્યોરિટી માટે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. 
 
2.27 લાખથી વધુ કમ્પ્યુટર્સ લોક
 
કમ્પ્યુટર લોક કરીને ખંડણી માગતો રેન્સમવેર ‘વાનાક્રાઈ’ વિશ્વના 150થી વધુ દેશો સુધી પહોંચી ગયો છે. યુરોપિયન યુનિયનની પોલીસ યુરોપોલના જણાવ્યા મુજબ 2.27 લાખથી વધુ કમ્પ્યુટર્સ લોક થઈ ગયા છે. એક્સ્પર્ટ્સ હજી પહેલા વર્ઝનનો તોડ શોધી શક્યા નથી. ત્યાં, બીજા હુમલાનું જોખમ છે. ગુજરાતની અનેક સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશન પર વાયરસની અસર થઈ છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ગુજરાતમાં ક્યાં થઈ વાયરસની અસર?
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 40 years not enough recover infected file data by ransom
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended