Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Woman Writes A Letter To Army Officer To Open Road Near Cantonment At Ahmedabad

અ'વાદ: મહિલાનો આર્મીને પત્ર- ‘પાકિસ્તાનથી ભારત બસ આવે છે તો એક રસ્તો કેમ ન ખૂલે?

Bhaskar News, Ahmedabad | Feb 05, 2017, 23:06 PM IST

  • પત્રમાંં રડતી મહિલાનું રેખાચિત્ર પણ છે
અમદાવાદ: હાંસોલમાં આર્મી કેન્ટોનમેન્ટ પાસેનો રસ્તો, જે આર્મીએ બંધ રાખ્યો છે, તેને ખોલવાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલે છે. કોર્પોરેશન-અાર્મીના ગજગ્રાહમાં રહીશોએ ઝૂકાવ્યું છે.  ત્યાંની એક સ્થાનિક મહિલાએ  આર્મીને એક પત્ર લખ્યો છે.
 
પ્રતિશ્રી,
અેડમ કમાન્ડ, સ્ટેશન હેડ ક્વાટર (અાર્મી)
કેન્ટોનમેન્ટ, અમદાવાદ
શ્રીમાન..
હું તમને હાથ જોડીને વિનંતી કરુ છુ ટીપી.67 તાજ હોટલ પાસેનો રસ્તો જલ્દીથી ટુ વ્હીલર અને રાહદારીઓની અવરજવર માટે ખોલી આપો.કારણ એટલુ જ છે કે વૈકલ્પિક રસ્તો મહિલાઓ માટે સુરક્ષિત નથી. 2011થી અમે પત્ર અને ઈ-મેઈલ કરી ચૂકયા છે. એએમસીથી માંડી એલએમએ, ડિફેન્સ મીનીસ્ટ્રી, રાજય સરકાર અને વડાપ્રધાન સુધીની તમામ ઓથોરિટીને પત્ર મોકલી ચૂકયા છે. છતાં આજ સુધી રસ્તો ખોલવામાં આવ્યો નથી. આમા હકીકતમાં આર્મી ઓફિસર્સ, કોર્પોરેશનના અધિકારીઓ, ધારાસભ્ય, મંત્રીઓ, કોર્પોરેટર્સની ઈચ્છાશકિતનો અભાવ જણાઈ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન અને આર્મી સત્તાવાળાઓના ગજગ્રાહમાં મહિલાઓને સજા ભોગવવાનો વારો આવ્યો છે. આખરે આમાં જવાબદાર કોણ છે ભારતનું સંવિધાન કે ઓફિસરોની લાપરવાહી? અમારી નમ્ર વિનંતી છે કે, અમારા માટે અવરજવર માટે રસ્તો ખોલી આપો. પાકિસ્તાનથી ભારત બસ આવી શકતી હોય તો અમે ભારતીયો અમારા ઘરમાંથી રસ્તા પર કેમ જઈ ના શકીએ.તમે ઓફિસર્સ અને નેતાઓની પણ બહેનો હશે, અમે પણ તમારી બહેનો જેવી છે એવુ સમજીને અમારી સમસ્યાનો હલ કરી આપો. અમે કયાં સુધી રાહ જોતા  રહીએ.
લિ. તમામ મહિલાઓ વતી એક મહિલા સભ્ય
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો ભાજપના નેતાઓ કોઈને કોઈ ગૂંચવાડો કરી 10 વર્ષથી રસ્તો ખુલવા નથી દેતા...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Woman Writes a letter to Army Officer to Open Road near Cantonment at Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended