Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Weather And Wind Prediction In Ahmedabad City With Forecaste

પીરાણા, રાયખડમાં રોડ પર નીકળવું જોખમી, હવા ઘણી પ્રદૂષિત હોવાની આગાહી

Bhaskar News, Ahmedabad | May 17, 2017, 01:30 AM IST

  • હેલ્થ એડ્વાઈઝરી દર્શાવતું ડિસ્પ્લે મુકવામાં આવ્યું
અમદાવાદ:અમદાવાદના પીરાણા, રાયખડ તેમજ ચાંદખેડા વિસ્તારમાં આજે નીકળવું મહદ્ અંશે જોખમી બની રહેશે. હવામાં પ્રદૂષણની માત્રા એટલી તીવ્ર હોવાના કારણે શક્ય હોય તો આ વિસ્તારોમાં ખુલ્લામાં કોઈ કામ હોય તો તેને ટાળવું નહીં તો હૃદય, ફેફસાં સહિતની બીમારીનો ભોગ બનવું પડે તેવી શક્યતા છે. એએમસીએ જારી કરેલા એર ઈન્ડેક્સની આગાહી પરથી આ વિસ્તારોમાં ખુલ્લી હવા ઘણી ખરાબ હોવાની આગાહી છે. જોકે, એરપોર્ટ, નવરંગપુરા, સેટેલાઈટ, બોપલ સહિતના વિસ્તારોમાં હવા જોખમી નહીં  હોવાનું જણાવવામાં આ‌વ્યું છે.

રાયખડ જોખમી પણ આગાહી દર્શાવતું ડિસ્પ્લે અઠવાડિયામાં જ બંધ

અમદાવાદ કોર્પોરેશનની મુખ્ય દાણાપીઠ ખાતેની કચેરીએ જ એર આગાહી અને હેલ્થ એડ્વાઈઝરી દર્શાવતું ડિસ્પ્લે મુકવામાં આવ્યું છે. હજુ તો આ પ્રોજેક્ટ લોન્ચ કર્યાને માંડ સપ્તાહ પણ નથી થયું ત્યાં જ આજે મંગળવારે હવા જોખમી હોવા છતાં તેની ક્વોલિટી અને હેલ્થ એડ્વાઈઝરી જાહેર કરતું ડિસ્પ્લે બંધ જણાયું હતું.
 
આરોગ્ય પર શું અસર વર્તાશે?
પીરાણા, રાયખડ અને ચાંદખેડામાં બુઘવારે હવા ખૂબ જ પ્રદૂષિત હોવાના કારણે દરેક વ્યક્તિને વધુ કે ઓછી હેલ્થ પર અસર વર્તાશે. અહીં શ્વાસને લગતા રોગોની અસરમાં દેખીતો વધારો થશે. બને ત્યાં સુધી ખુલ્લામાં કામ કરવું ટાળવું જરૂરી છે.
 
આગળ વાંચો, વધુ વિગતો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: weather and wind prediction in ahmedabad city with forecaste
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended