Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Vatva Police Have Caught Gambling With BJP Workers

જેતલપુરમાં ખેતરમાં ચાલતા જુગારધામ પર રેડ, ભાજપના કોર્પોરેટર સહિત 24 ઝડપાયા

Bhaskar News, Ahmedabad | Mar 18, 2017, 01:58 AM IST

  • જેતલપુરમાં ખેતરમાં ચાલતા જુગારધામ પર રેડ, ભાજપના કોર્પોરેટર સહિત 24 ઝડપાયા,  ahmedabad city news in gujarati
અમદાવાદઃ વટવા નજીક આવેલા જેતલપુરના એક ખેતરમાં પોલીસે મોડી રાત્રે દરોડો પાડી ભાજપાના કોર્પોરેટર સહિત 24 જુગારીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે પોલીસે પકડાયેલામાં ભાજપાના કોર્પોરેટર નહીં હોવાની સ્પષ્ટતા કરી છે, બીજી તરફ સ્થાનિક સૂત્રે એ વાતન સમર્થન આપ્યું છે. સોલામાંથી પણ 17 જુગારીને ઝડપી લેવાયા હતા. વટવા પી.આઇ. બી.જે સરવૈયાએ જણાવ્યું કે, બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે જેતલપુરની સીમમાં જુગારધામ પર દરોડો પાડી મોબાઇલ ફોન, એક લાખથી વધુ રોકડા અને  વાહનો જપ્ત કર્યા હતા.

જ્યારે અન્ય એક બનાવમાં ચાંદલોડિયા રેલવે લાઈન પાસેની અવાવરું જગ્યામાં બાવળની ઝાડીઓમાં  દારૂનો ધંધો કરતા બુટલેગર ભરત ઉર્ફે સુખી અંબાલાલ ઠાકોરે દારૂનો ધંધો બંધ કરીને જુગારધામ શરૂ કર્યું છે. જો કે સોલા પોલીસે 2 દિવસમાં સુખીના જુગારધામ ઉપર 2 રેડ પાડીને સુખી સહિત 17 માણસને ઝડપી લીધા છે.  આ ઉપરાંત સોલા પોલીસે ગોતા- ઓગણજ રોડ ઉપર આવેલી વી.એચ.હાઈસ્કૂલ પાસેથી સ્વિફટ ગાડીમાં દારૂની 252 બોટલો સાથે પસાર થઇ રહેલા કનુભાઇ ઉર્ફે ચંપકલાલ જયંતીલાલ રાજગોર અને ધીરજકુમાર દિલીપભાઇ ઠક્કરને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે દારૂનો જથ્થો, ગાડી મળીને કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vatva police have caught gambling with BJP workers
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended