Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Unhealthy Water Sold On Ahmedabad Railway Station Plateform

અમદાવાદ સ્ટેશને બિનઅધિકૃત લોકો ઠંડા પાણીનો વેપલો કરે છે

Bhaskar News, Ahmedabad | May 17, 2017, 02:33 AM IST

  • અમદાવાદ સ્ટેશને બિનઅધિકૃત લોકો ઠંડા પાણીનો વેપલો કરે છે,  ahmedabad city news in gujarati
અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશન પર દરરોજ અ‌વરજવર કરતી લગભગ 175 જેટલી ટ્રેનોમાં 2 લાખ જેટલા લોકોને પીવાનું પાણી મળે તે માટે તમામ 12 પ્લેટફોર્મ પર કૂલર, નળ તેમજ વોટર વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. પરંતુ રેલવે કર્મીઓની બેદરકારીના કારણે સ્ટેશન પર લગાવેલા 15 જેટલા કૂલરમાંથી ઠંડું પાણી મળતું નથી. એ જ રીતે સ્ટેશન પર 8 જેટલા વોટર વેન્ડિંગ મશીન પેસેન્જરોની માગને પહોંચી વળે તેટલું સક્ષમ નથી.

આ સ્થિતિનો લાભ લઈ પોલીસ અને રેલવે કર્મીઓની રહેમનજર હેઠળ બિનઅધિકૃત લોકો સાદું બરફવાળું પાણી  વેચી પેસેન્જરોને છેતરવાની સાથે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે સ્ટેશનની મુલાકાત લઈ તમામ પ્લેટફોર્મ પર પાણીના નળ અને કૂલરની મુલાકાત લીધી ત્યારે તમામ જગ્યાએ તાપના કારણે નળમાં ગરમ પાણી આવતું જોવા મળ્યું હતું. ફક્ત પ્લેટફોર્મ નંબર 4-5 પર એક જ જગ્યાએ કૂલરમાં ઠંડું પાણી મળ્યું હતું પરંતુ પાણીની ધાર ખૂબજ ધીમી હતી.

ઉનાળામાં વોટર વેંડિગ મશીમા પર માણસનો નથી
એ જ રીતે સ્ટેશન પર લગાવેલા વોટર વેન્ડિંગ મશીનમાં પ્લેટફોર્મ નંબર 6-7 પર કર્મચારી જોવા મળ્યો હતો અને ત્યાં પેસેન્જરોનો ધસારો રહ્યો હતો. અન્ય વોટર વેન્ડિંગ મશીન પર કર્મચારીઓ હાજર ન હતા.
આકરા ઉનાળામાં પેસેન્જરોની ઠંડા પાણીની ગરજને પગલે અનેક અનઅધિકૃત લોકો રેલવેકર્મીઓ-પોલીસની રહેમનજર હેઠળ ડોલમાં પાણી ભરી બરફથી ઠંડું કરી બોટલમાં ભરી આપતા હતા અને તેના બદલે તેમની પાસેથી 10-10 રૂપિયા વસૂલ કરતા હતા. એજરીતે મોટી સંખ્યામાં પેસેન્જરો પાણીની બોટલ લેવા મજબૂર જોવા મળ્યા હતા. આ વિશે રેલવે પ્રવક્તા પ્રદીપ શર્માને પૂછતા તેમણે જણાવ્યું કે, બહારના લોકો સ્ટેશન પર પાણી વેચવા આવી શકે નહીં. આવા લોકો સામે કાર્યવાહી કરી અભિયાન શરૂ કરાશે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: unhealthy water sold on ahmedabad railway station plateform
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended