Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Two Different Monsoon Prediction Given By Jyotish And Mat Section

અમદાવાદ: જ્યોતિષ કહે છે ચોમાસું નવમી જૂનથી, IMDના મતે 15 જૂનથી

Bhaskar News, Ahmedabad | May 17, 2017, 07:43 AM IST

  • 9 જૂનને શુક્રવારથી વિધિવત્ રીતે ચોમાસું બેસે તેવું જ્યોતિષાચાર્યો જણાવી રહ્યા છે (ફાઇલ તસવીર)
અમદાવાદ: શુક્રવારના રોજ ગુરુ હસ્ત નક્ષત્રમાં દાખલ થાય છે. જે મિથુન નવમાંશમાં આવે છે, જેથી વરસાદની શરૂઆત થાય તેવા યોગ સર્જાઇ રહ્યા છેે. જે પશ્ચિમ દિશા તરફથી આવતા પવનોને કારણે ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ થવાનો સંકેત સૂચવે છે. જ્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે રાજ્યમાં લગભગ 96 ટકા જેટલો સારો વરસાદ થવાની શક્યતા છે.

નક્ષત્રના આધારે વરસાદની આગાહી
ગ્રહમંડળની સ્થિતિ જોતા 9 જૂનને શુક્રવારથી વિધિવત્ રીતે ચોમાસું બેસે તેવું જ્યોતિષાચાર્યો જણાવી રહ્યા છે. શુક્રવારના રોજ ગુરુ હસ્ત નક્ષત્રમાં દાખલ થાય છે. જે મિથુન નવમાંશમાં આવે છે, જેથી વરસાદની શરૂઆત થાય તેવા યોગ સર્જાઇ રહ્યા છેે. 22 જૂનના રોજ સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. તેનું આ વર્ષે ભેંસ છે, જેને વરસાદ સાથે સીધો સંબંધ રહેલો છે.

5 જુલાઇના રોજ પુનર્વસુ નક્ષત્રનો પ્રવેશ થાય છે. તે સમયે શિયાળનું વાહન છે તેનાથી છૂટાછવાયા વરસાદની આગાહી થયેલી છે. જ્યોતિષ પ્રદ્મુમ્ન ભટ્ટ અને આશિષ રાવલે જણાવ્યું હતું કે, 4 જુલાઇથી 4 ઓગસ્ટ ગુરુ હસ્ત નક્ષત્ર અને કર્ક નવમાંશમાં પસાર થતું હોવાથી વધુ વરસાદ પડશે. 2 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રનો પ્રવેશ થાય છે જેનું વાહન ઘોડાનું છે. જે ધોધમાર વરસાદ છેે. 25 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર ચિત્રા નક્ષત્ર હોવાથી સિઝનનો બાકી વરસાદ પૂર્ણ થઇ શકે છે. 13 સપ્ટેમ્બરના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર દેડકાના વાહન સાથે પ્રવેશ થાય છે. જેથી આ સમયમાં વરસાદ સાથે ગરમીનો માહોલ સર્જાશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, નૈઋત્યના ચોમાસા મુજબ આગાહી
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: two different monsoon prediction given by jyotish and mat section
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended