Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» There Are 6 Thousand Workers Have Be Permanent Job From Amc

ચૂંટણીની અસર, 6 હજાર સફાઈકર્મીઓને પાછલી અસરથી તાત્કાલિક કાયમી કરાયા

Bhaskar News,Ahmedabad | Apr 21, 2017, 01:08 AM IST

  • ચૂંટણીની અસર, 6 હજાર સફાઈકર્મીઓને પાછલી અસરથી તાત્કાલિક કાયમી કરાયા,  ahmedabad city news in gujarati
અમદાવાદઃકોર્પોરેશનમાં કોન્ટ્રાકટથી ફરજ બજાવતા છ હજાર સફાઈ કામદારોને તબક્કાવાર ચાર વર્ષ સુધીમાં કાયમી કરવાનો ગત વર્ષે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરી ઠરાવ કરાયો હતો. જે અચાનક રદ કરી તમામને એક સાથે કાયમી કરવાનો ઠરાવ ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કરાયો હતો. તાકીદ સ્વરૂપે મૂકાયેલી દરખાસ્ત મંજૂર કરાતા કોર્પોરેશનને વર્ષે રૂા. 52 કરોડનો બોજો પડશે. જો કે, કામદારોને 1 એપ્રિલ-2018થી અર્થાત આવતા વર્ષથી કાયમી કરાશે. ચૂંટણીનું વર્ષ હોવાના કારણે ભાજપના શાસકોએ કામદારોને રિઝવવા આ નિર્ણય કર્યો હોવાની ચર્ચા છે.

કેટલાક વર્ષોથી કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઈ કામદારોએ કોર્પોરેશન સમક્ષ કાયમી કરવાની માંગણી કરી હતી. વખતોવખત આ મુદ્દે કામદારો હડતાળ ઉપર ઉતર્યા હતા અંતે ગત વર્ષે આ કામદારોને ચાર વર્ષમાં તબક્કાવાર કાયમી કરવાનો ઠરાવ કરાયો હતો. અર્થાત પહેલા વર્ષે 2100 અને ત્યારબાદ ત્રણ વર્ષમાં થોડા થોડા કરીને તમામને કાયમી કરવાના હતા. આ પછી પણ કામદારોના આંદોલનો ચાલુ રહેતા અને ચૂંટણીનુ વર્ષ હોવાના કારણે ભાજપના શાસકોએ તાત્કાલિક અસરથી કામદારોને કાયમી કરવાનો નિર્ણય લેવાયો હતો.

શું કહ્યું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલે કહ્યું કે, આ અંગેની તાકીદની દરખાસ્ત રજૂ કરાતા કમિટીએ મંજૂર રાખી છે. પણ આ વર્ષે નહીં આવતા વર્ષે 1 એપ્રિલ-2018ના રોજથી કોર્પોરેશનમાં અને મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં ફરજ બજાવતા કામદારોને કાયમી કરાશે. મજદૂર સંઘના પ્રમુખ જગદીશ સોલંકીએ ખાલી જગ્યાઓ ભરવાની પણ માંગણી પુન: ઉચ્ચારી છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: there are 6 thousand workers have be permanent job from amc
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended