Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Theft Case In Exam Still Have Cctv Camera

પરીક્ષામાં CCTV હોવા છતાં ખેડા, પંચમહાલ, મહીસાગરમાં ચોરી વધી

Bhaskar News, Ahmedabad | Mar 20, 2017, 02:01 AM IST

  • પરીક્ષામાં CCTV હોવા છતાં ખેડા, પંચમહાલ, મહીસાગરમાં ચોરી વધી,  ahmedabad city news in gujarati
અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડની લેવાઇ રહેલી ખેડા, પંચમહાલ, મહીસાગરમાં ચોરીનું વધુ પ્રમાણ હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણેય જિલ્લાઓમાં કોપી કેસ ઉપરાંત ડમી વિદ્યાર્થીઓ પણ પકડાયા છે. આશ્ચર્યની વાત એ છે કે સીસીટીવી કેમેરા હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીનું પ્રમાણ વધુ હોવાની ફરિયાદ ઊઠી છે. સીસીટીવીના કારણે બોર્ડે સ્ક્વોડ બંધ કરી દીધી છે. બોર્ડે ખર્ચ ઘટાડવા નિર્ણય કર્યો છે. પરંતુ વાલીઓને વિશ્વાસમાં લેવા જોઇતા હતા તેવું વાલીઓ માને છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉક્ત ત્રણેય જિલ્લામાં ચોરીનું પ્રમાણ બહાર આવતા હવે બોર્ડની કામગીરી સામે પણ શંકા સેવાઇ રહી છે. છેલ્લા ચાર દિવસની પરીક્ષાઓમાં અંદાજે 40થી વધુ કોપી કેસ નોંધાયા છે અને બે ડમી વિદ્યાર્થીઓ પકડાયા છે. જેમાંથી સૌથી વધુ કોપી કેસ ઉક્ત ત્રણેય જિલ્લામાં નોંધાયા છે.  જેથી ખેડા,પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ચોરીનું પ્રમાણ ઘટાડવા બોર્ડે સ્ક્વોડ મોકલવી જોઇએ તેવી માંગ વાલીઓએ કરી છે, આ વિસ્તારોમાં કેટલાક સેન્ટરો પર બેરોકટોક ચોરીઓ થતી હોવાની આશંકા વાલીઓએ વ્યક્ત કરી છે  અને કોઈ કશું કરી રહ્યું નથી.

પરીક્ષામાં ચોરીને પ્રોત્સાહનના નિવેદનથી વિવાદ
ગોધરામાં થોડાક સમય અગાઉ બોર્ડના એક સભ્યએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે પરીક્ષામાં ચોરી કરજો, સ્કૂલોમાં સીસીટીવી થોડાક સમય માટે બંધ કરી દેવાશે. આ અંગે શિક્ષણ મંત્રી સુધી ફરિયાદ થતા તપાસના આદેશ આપ્યા છે. જેના પગલે બોર્ડે ગોધરાના ડીઈઓને તપાસ કરી રિપોર્ટ આપવા જાણ કરી છે. બીજીતરફ વિવાદિત નિવેદન કરનાર બોર્ડના સભ્યને પરીક્ષાની કામગીરીમાંથી બરખાસ્ત કરી દેવાયા છે. બોર્ડના સભ્યએ કરેલા નિવેદન અંગે બોર્ડના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે બોર્ડના સભ્યએ જાહેરમાં કરેલા નિવેદન અંગે અમને જાણ થઇ છે. પરંતુ વાતમાં તથ્ય છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: theft case in exam still have cctv camera
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended