Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» State Weather Prediction And Monsoon News From Mat Section

અ'વાદ: તા. 21 અને 22મેએ રાજ્યભરમાં અમી છાટણાં થવાના એંધાણ

Bhaskar News, Ahmedabad | May 19, 2017, 02:19 AM IST

  • અ'વાદ: તા. 21 અને 22મેએ રાજ્યભરમાં અમી છાટણાં થવાના એંધાણ,  ahmedabad city news in gujarati
અમદાવાદ:આ વર્ષે નૈઋત્યનું ચોમાસું વહેલું બેસે તેવી શક્યતા છે. આગામી બે દિવસ બાદ તા.21મી અને 22મી મે એ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાટાંથી હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
 
અમદાવાદ સહિત રાજ્યના નવ શહેરમાં ગુરૂવારે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યામાં 43 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર બન્યું હતુ. હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે ગુરૂવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી અને લધુતમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતુ, વાતવરણમાં ભેજનું પ્રમાણ સાવરે 8.30 કલાકે 70 ટકા અને સાંજે 5.30 કલાકે 24 ટકા નોંધાયું હતુ. વાતાવરણમાં વધેલા ભેજના કારણે ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. બે દિવસ બાદ એટલે કે, 21મી અને 22મે ના રોજ શહેરમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ આગામી બેથી પાંચ દિવસ દરમિયાન શહેરમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા છે.
 
 
ક્યાં કેટલું તાપમાન
અમદાવાદ-42.4 ડિગ્રી
ગાંધીનગર- 43.0 ડિગ્રી
અમરેલી-42.2 ડિગ્રી
સુરેન્દ્રનગર- 42.0 ડિગ્રી
રાજકોટ-41.6 ડિગ્રી
કંડલા એરપોર્ટ- 41.4 ડિગ્રી
ઇડર- 41.6 ડિગ્રી
વડોદરા- 41.2 ડિગ્રી
ડીસા- 41.0 ડિગ્રી
ભૂજ- 39.8 ડિગ્રી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: state weather prediction and monsoon news from mat section
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended