Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Speical Story On Chabutra From Ghuma Gaam Ahmedaabd City

અમદાવાદ: 100 વર્ષ જૂના ચબૂતરામાં ચણ ન ખૂટે તે માટે ટ્રસ્ટ બનાવાયું

Mrugank patel | May 15, 2017, 02:11 AM IST

  • દસ લાખ જેટલુ ચણ એકઠું થયું છે (ફાઇલ તસવીર)
અમદાવાદ: ચબૂતરો હોય ત્યાં ચણ નાખવામાં આવે આમ તો એ સર્વસામાન્ય વાત છે પણ લગાતાર 100 વર્ષથી એકધારુ ચબૂતરામાં ચણ નાખવામાં આવે અને ચણ ખૂટી ન પડે એ માટે ટ્રસ્ટની રચના કરાઈ હોય તે નવાઈ લાગે તેવી વાત છે. અમદાવાદના ઘુમા ગામમાં ચબૂતરા માટે આવી ચુસ્ત વ્યવસ્થા ઊભી કરાઈ છે. તાજેતરમાં જ ચબૂતરાને બનાવ્યે 100 વર્ષ પૂરા થતા ગામમાં 3 દિવસ મહાવિષ્ણુ યજ્ઞ કરી ઉજવણી કરાઈ હતી અને આખું ગામ ભેગું કરી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેની ઉજવણી માટે 15 લાખનો ખર્ચ ગામના બે રહીશે ઉપાડ્યો હતો.

લોકવાયકા કંઈક એવી છે કે, રામચરણદાસ મહારાજ અને તેમના શિષ્ય કનૈયાલાલ મહારાજે વિષ્ણુયજ્ઞ કર્યો  અને વૈદિક મંત્રોચ્ચારથી અગ્નિ ઉત્પન્ન કરાયો હતો. ત્રણ દિવસના વિષ્ણુ યાજ્ઞ બાદ તે જગ્યા ઉપર સૌ ગામવાસીઓના સહકારથી ધ્રાંગધ્રાથી ગાડામાં પથ્થરો લાવી મહારાજની દેખરેખ હેઠળ સંવત 1976ના અખાત્રીજે અહીં ચબૂતરો બંધાયો હતો.   જે મહારાજના સાક્ષીરૂપે અહીં ચબૂતરો કાયમ છે. તેમાં બે કોઠાર બનાવાયા હતા જેમાં ગામલોકો તરફથી મળતું અનાજ અહીં ભરાતું હતું. ધીમે ધીમે કોઠારમાં ઉંદરનો ત્રાસ વધતા દસ વર્ષ પૂર્વે કોઠાર પૂરી દેવાયા અને ગામમાં જૂનું મંદિર હતું ત્યાં અનાજની બોરીઓ  અત્યારે પણ રાખવામાં આવે છે.

આગળ વાંચો, વધુ વિગતો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: speical story on chabutra from ghuma gaam ahmedaabd city
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended