Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Special Story On Pm Modi Birth Place At Vadnagar Gujarat

પીએમના વતનને પ્રવાસન સ્થળ તરિકે વિકસાવાશે, રૂ.8 કરોડનો મેગા પ્રોજેક્ટ

Omkarsinh Thakur, Ahmedabad | Apr 21, 2017, 01:27 AM IST

  • વડનગર સ્ટેશન ટૂરિઝમ લોન્જ, કોફી સેન્ટર બનાવાશે
અમદાવાદઃગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ટૂરિઝમના વિકાસ માટે સ્વદેશ દર્શન સ્કીમ હેઠળ હેરિટેજ સર્કિટ તૈયાર કરાઈ છે. જેમાં ગુજરાતમાં પ્રથમ તબક્કામાં લગભગ 100 કરોડ રૂપિયાનાં ખર્ચે વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ તૈયાર કરવાનો આદેશ રાજ્ય સરકારને મળ્યો છે. રાજ્ય સરકાર અને ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા વડનગર-મોઢેરા- પાટણ સર્કિટમાં આવતા તમામ હેરિટેજ સ્થળોનો વિકાસ કરાશે.

સર્કિટના ભાગરૂપે વિવિધ સ્થળોની સાથે રેલવે દ્વારા વડનગર રેલવે સ્ટેશનને પણ લગભગ 8 કરોડના ખર્ચે ડેવલપ કરાશે. આ સર્કિટને સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિને 17 સપ્ટેમ્બરના રોજ ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. ટૂરિઝમ વિભાગ તેમજ રેલવે વિભાગમાંથી મળેલી માહિતી મુજબ તાજેતરમાં રાજ્ય સરકાર, ટૂરિઝમ વિભાગ અને રેલવે વિભાગ વચ્ચે આ હેરિટેજ સર્કિટનો વિકાસ કરવા માટે એમઓયુ થયા હતા. રાજ્યમાં 100 કરોડના ખર્ચે પ્રથમ હેરિટેજ સર્કિટ તૈયાર કરવાનું આયોજન છે. આ સર્કિટ સપ્ટેમ્બર 2017 સુધીમાં તૈયાર કરી દેવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર અને રેલવે વિભાગને સૂચના આપવામાં આવી છે.

આગળ વાંચો, વડનગર સ્ટેશન ટૂરિઝમ લોન્જ, કોફી સેન્ટર બનાવાશે
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: special story on pm modi birth place at vadnagar gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended