Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Special Story On Food And Adulteration From Vegetables And Its Effects

અ'વાદ: ખેડૂતો શાકભાજી ઉગાડે છે પણ ખાતા નથી, જાણો આ છે જોખમી કારણ

Sunil Gadhvi, Jaydeep Parmar, Ahmedabad | May 17, 2017, 14:31 PM IST

  • ફૂલેવરમાં સૌથી વધુ જંતુનાશકો
અમદાવાદ: ભારતમાં 25 જંતુનાશક રસાયણ (પેસ્ટીસાઇડ્સ)નાં ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ છે, છતાં દેશભરના ખેડૂતો પ્રતિબંધિત પેસ્ટીસાઇડ્સથી ખેતી કરે છે. આ કારણથી અમેરિકા, યુરોપ અને ઇટલી જેવા દેશોએ ભારતનાં શાકભાજી અને ફળોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ‘દિવ્ય ભાસ્કર’એ ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાનાં 15 ગામોમાં  (કે જ્યાંથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરો અને દેશના અન્ય રાજ્યોમાં શાકભાજી મોકલવામાં આવે છે.)‘રિયાલિટી ચૅક’ થકી ખેડૂતો પાસેથી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો છે.

સાથેસાથે શાકભાજીમાં જંતુનાશક દવાઓના પ્રમાણની માત્રા ચકાસવા લેબોરેટરી પરીક્ષણ કરાવ્યું હતું, જેમાં આઘાતજનક પરિણામો જાણવા મળ્યાં હતાં.  ગુજરાત લેબોરેટરીના સીઈઓ હસમુખ અમીનના જણાવ્યા અનુસાર ફૂલેવર અને કોબીજનું પરીક્ષણ કરતાં બંનેમાં રાસાયણિક દવાનાં ખૂબ જ વધુ પ્રમાણમાં તત્ત્વો મળી આવ્યાં છે, જે કૅન્સર, કિડની, આંતરડા અને ચેતાતંત્રના રોગો થવા માટે જવાબદાર છે. ઓર્ગેનોક્લોરીન ગ્રુપનાં જે રસાયણો હોય છે, તે આવનારી પેઢીમાં પણ ટ્રાન્સફર થાય છે. ખેડૂત, સરકાર અને લોકો જાગ્રત થશે.
 
સામાન્ય લોકો કોઇ પરીક્ષણ કરીને શાકભાજી નથી ખરીદતા
આ સમસ્યાનું નિરાકરણ આવશે. સામાન્ય માણસો કોઈ પરીક્ષણ કરાવીને શાકભાજી ખાતાં નથી. કારણ કે આ પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ હોય છે, પણ સરકાર જો કૃષિ યુનિવર્સિટીની મદદથી દર 3 મહિને નમૂના એકત્ર કરીને પરીક્ષણ કરે તો ખેડૂતો જાગ્રત થશે અને આપણે શું ખાઈ રહ્યાં છીએ, તે પણ જાણવા મળશે. બીજી તરફ જૈવિક ખેતી અને કુદરતી ખાતર, દવા મોંઘાં હોય છે અને પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી, જ્યારે કેટલીક જંતુનાશક દવાઓ પ્રતિબંધિત હોવા છતાં સરળતાથી અને સસ્તા ભાવે મળે છે.
 
આગળ વાંચો, 2 ગ્રામ દવાનું પ્રમાણ વધીને 15 ગ્રામ થઈ ગયું...
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: special story on food and adulteration from vegetables and its effects
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended