Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Special Story About Air Port Air Luggage And Goods Transport

અમદાવાદ: ઍરપોર્ટમાં ઇન્ટરનેશનલ કાર્ગોની નિકાસ વધી, વર્ષ 2016-17માં 31050 ટન

Bhaskar News, Ahmedabad | May 16, 2017, 03:25 AM IST

  • વર્ષ 2016-17માં 31050 ટન ઇન્ટરનેશનલ કાર્ગોની હેરાફેરી થઈ (ફાઇલ તસવીર)
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર પેરિશેબલ (નાશવંત) કાર્ગોના સંગ્રહની સુવિધા થોડા સમય પહેલાં શરૂ થઈ હતી. ઉપરાંત ગુજરાતમાં મોટી સંખ્યામાં દવા કંપનીઓ, કૅમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ડાયમંડ અને જ્વેલરીનું નિર્માણ અને ઉત્પાદન થાય છે. આ તમામ પ્રોડક્ટ અમદાવાદ ઍરપોર્ટ પરથી દેશ તથા વિદેશોમાં મોકલવામાં આવે છે.  ઍરપોર્ટ પરથી 3 વર્ષ દરમિયાન વિદેશમાં એક્સપોર્ટ થતા કાર્ગોમાં 32થી 33 ટકાનો વધારો નોંધાયો છે, જેની સામે ડોમેસ્ટિક કાર્ગોમાં 3થી 6 ટકા જેટલો નજીવો વધારો થયો છે.

ઍરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયાના અેક અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ, ફાર્મા ઉદ્યોગ, કૅમિકલ, એન્જિનિયરિંગ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઝનો ઝડપી વિકાસ થયો છે અને તેનાં ઉત્પાદનોની માગણી યુરોપિયન દેશોની સાથે અાફ્રિકન દેશોમાં વધી છે. એ જ રીતે ગુજરાતમાં થતી ખેત પેદાશો, શાકભાજી, ફળ સહિત અન્ય પેરિશેબલ વસ્તુઓ બગડે નહીં અને તેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તે માટે ઍરપોર્ટ પર સુવિધા શરૂ કરાતાં હવે આવી વસ્તુઓનું પણ એક્સપોર્ટ વધ્યું છે.  અમદાવાદ ઍરપોર્ટથી કાર્ગો મૂવમેન્ટમાં 7 વર્ષ દરમિયાન લગભગ 3 ગણો વધારો નોંધાયો છે, જેમાં વર્ષ 2010-11માં 12980 ટન સામે વર્ષ 2016-17માં 31050 ટન ઇન્ટરનેશનલ કાર્ગોની હેરાફેરી થઈ છે.
 
અમદાવાદ ઍરપોર્ટથી ઇન્ટરનેશનલ-ડોમેસ્ટિક કાર્ગો (ટનમાં)
   
વર્ષઇન્ટરનેશનલડોમેસ્ટિક 
2010-111298015060
2011-121179319964
2012-131283035345
2013-141570535932
2014-151752741786
2015-162345744317
2016-173105045552
 
આગળ વાંચો, ઍરપોર્ટથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટ થતી વસ્તુ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: special story about air port air luggage and goods transport
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended