Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Special Follow Up Story On Adulterate Vegetable From Markets

અમદાવાદ: હવે શાકભાજીમાં પેસ્ટિસાઇડની માત્રાનું પરિક્ષણ થશે: શંકર ચૌધરી

Sunil Gadhvi, Jaydeep Parmar | May 19, 2017, 02:18 AM IST

  • શાકભાજી ઉત્પાદકથી માંડીને ઉપભોક્તા સુધી તપાસ કરવા માટેના નિર્દેશ
અમદાવાદ:બજારમાં  વેચતા ઓફ સિઝનના શાકભાજીમાં જંતુનાશક દવાની માત્રા જરૂરિયાત કરતા વધારે આવવાનો નો અહેવાલ પ્રસિધ્ધા થયાના ત્રીજા દિવસે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ આરોગ્ય વિભાગને રાજ્યમાં જુદી જુદી જગ્યાએથી શાકભાજીના નમૂના લઇને ચકાસણી કરવા માટે ગુરૂવારે આદેશ આપ્યા હતા. દિવ્ય ભાસ્કરે સીધા ખેતરમાંથી લીધેલા શાકભાજીનું લેબ ટેસ્ટિંગ કરાવ્યું હતુ. જેમાં જંતુનાશક દવાઓની માત્રા ખૂબ જ પ્રમાણમાં હોવાનો રીપોર્ટ આવ્યો હતો.
 
'દિવ્ય ભાસ્કર' સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, શાકભાજીઓને જંતુથી બચાવવા માટે વપરાતા જંતુનાશક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ, આજ દિન સુધી તેના પર કોઇ ટેસ્ટ કરાયો નથી. પણ અમે નિર્ણય લીધો છે કે, હવે શાકભાજીના નમૂનાઓ ચકાસીને યોગ્ય પગલા લઇશું. મંત્રીએ ગુરૂવારે બપોરે જોઇન્ટ કમિશ્નર એફડીસીએ આર એલ વૈશ્ય સાથે ટેલિફોનિક ચર્ચામાં શાકભાજી ઉત્પાદકથી માંડીને ઉપભોક્તા સુધી તપાસ કરવા માટેના નિર્દેશ કરવા માટેના આદેશ આપ્યા હતા. સાથે બધી જગ્યાએથી નમૂના લઇને ચકાસવા જેથી ખેડૂતો અને ઉપભોક્તાઓમાં જાગૃતિ આવે.
 
આગળ વાંચો, લેબોરેટરીના સાધનો મંગાવવામાં આવશે
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: special follow up story on adulterate vegetable from markets
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended