Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Sola Bhagvat Temple Start New Concet About Temple Management

અ'વાદ: ભાગવત વિદ્યાપીઠનો દાતાઓની AGM યોજવાનો નવતર પ્રયોગ

Bhaskar News, Ahmedabad | May 16, 2017, 02:07 AM IST

  • દાતાઓ તથા ટ્રસ્ટી વચ્ચે હિસાબો સહિતના મુદ્દે પારદર્શકતા આવશે (ફાઇલ તસવીર)
અમદાવાદ:  સોલા ભાગવત વિદ્યાપીઠના સ્થાપક પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીનો ભાગવતસ્થ દિન 19 મેએ આવે છે. ભાગવત વિદ્યાપીઠ દ્વારા આ દિવસને ‘કૃતજ્ઞતા દિવસ’ તરીકે ઊજવવાનું આયોજન કર્યું છે, જેમાં દાતા-ટ્રસ્ટી વચ્ચે એજીએમ યોજવાનું આયોજન કરાયું છે.

એક નવતર પ્રયોગ રૂપે સંસ્થાના દાતાઓ તથા ટ્રસ્ટી વચ્ચે હિસાબો સહિતના મુદ્દે પારદર્શકતા આવે અને તમામ લોકો વિકાસના કાર્યોમાં સહકાર આપે તેવા હેતુથી આ એજીએમ એટલે કે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ લાખથી માંડીને પાંચ હજાર રૂપિયાનું દાન કરનાર દાતાને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદેશોમાં અને દક્ષિણ ભારતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ પ્રકારે દર વર્ષે વાર્ષિક સામાન્ય સભાનાં આયોજનો કરવામાં આવે છે.
 
આગળ વાંચો, ખર્ચ અને આવકને લગતી તમામ માહિતી આપીશું
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sola bhagvat temple start new concet about temple management
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended