Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Seat To Be Reserved For Gu Students On Base Of Neet

PG મેડિકલમાં GUના વિદ્યાર્થીઓ માટે 25 ટકા બેઠક અનામત:નીટના આધારે પ્રવેશ

Bhaskar News, Ahmedabad | Apr 19, 2017, 01:45 AM IST

  • પાંચ જજિસની બંધારણીય  બેંચ સમક્ષ કેસને રિફર કર્યો
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીને પીજી મેડિકલની 25 ટકા બેઠકો પર પોતાના વિદ્યાર્થીઓને પ્રેફરન્સ આપી શકશે તેવી નોંધ સુપ્રીમ કોર્ટની ત્રણ જજિસની બેંચ દ્વારા કેસને પાંચ જજિસની બેંચ સમક્ષ રિફર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 50 ટકા બેઠકો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે અનામત રખાઇ હતી, જો કે તે બાબતને હાઇકોર્ટે અગાઉ યથાવત રાખતા તે મામલાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે 25 ટકા બેઠકો પર પ્રાથમિકતા આપવાની નીતિને ચાલુ વર્ષે યથાવત્ રાખવા આદેશ આપ્યો છે.જેથી સુપ્રીમ કોર્ટનો હાલનો નિર્દેશ ચાલુ વર્ષે પ્રવેશ મામલે વધુ સ્પષ્ટ માર્ગદર્શક રહેશે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેડિકલમાં પીજી લેવલે અપાતા પ્રવેશમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જ પ્રાથમિકતા આપવામાં આવતી હતી. ખાસ કરીને 50 ટકા બેઠકો પર ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓ અને બાકીની બેઠકો પર મેરિટ પ્રમાણે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. જો કે આ બાબતને અગાઉ હાઇકોર્ટમાં પડકારવામાં આવતા જે તે સમયે હાઇકોર્ટે તે બાબતને યોગ્ય ઠેરવી હતી. જેથી આ સમગ્ર મામલે બાદમાં સુપ્રીમ કોર્ટમાં પિટિશન થઇ હતી. જે કેસમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તરફે એડ્વોકેટ મિતુલ શેલત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને કેટલીક પ્રાથમિકતા મળવી જોઇએ.

25 ટકા બેઠકો પર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા
સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે ચાલુ વર્ષ પૂરતો હુકમ કરી 25 ટકા બેઠકો પર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. બાકીની 25 ટકા બેઠકો પર ગુજરાતની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે જ્યારે બાકીની 50 ટકા બેઠકો પર નીટના આધારે દેશ લેવલે સ્પર્ધાત્મક રીતે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. જો કે સમગ્ર મામલાને આગામી વર્ષે કઇ રીતે પ્રાથમિકતા આપવી તે બાબતે પાંચ જજિસની બંધારણીય  બેંચ સમક્ષ કેસને રિફર કર્યો હતો.
આગળ વાંચો, નીટના આધારે ભરવા માટે સ્પષ્ટતા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Seat To Be Reserved For Gu Students On Base Of Neet
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended