Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Robbery From Banglow Of Ahmedabad City,

કલરકામ કરવા આવેલા યુવાનોએ કરી દાગીનાની લૂંટઃ અગાઉ 4 વાર થઇ છે બંગલામાં ચોરી

Bhaskar News, Ahmedabad | Nov 05, 2016, 18:29 PM IST

અમદાવાદઃકોમર્સ છ રસ્તા નજીક બેંક ઓફ ઈન્ડિયા સોસાયટીમાં રહેતા 72 વર્ષના નિર્મળાબહેન શાહના બંગલામાં ઘુસીને તેમની હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા હત્યારાઓને દોઢ મહિના પછી પણ પોલીસ પકડી શકી નથી. ત્યારે મેમનગર ગામમાં આવેલી દિવ્યપથ સ્કુલ પાસેની ભગીરથ સોસાયટીના રોડ ઉપર આવેલા બંગલામાં એકાકી જીવન વિતાવતા વધુ એક વૃધ્ધા ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ કરવામાં આવી હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. અમેરિકામાં સ્થાયી થયેલા  બે દીકરાની માતા વર્ષાબહેન  પટેલ વર્ષોથી એકાકી જીવન વિતાવતા હતા.

બે એનઆરઆઈ દીકરાઓની માતા તેવા વસુમતીબહેન ઉર્ફે વર્ષાબહેન જશવંતભાઇ પટેલ(70)ના બંગલામાં શુક્રવારે ભર બપોરે ઘુસી આવેલા લૂંટારુએ તેમને ગળાના ભાગે ચપ્પા વડે હુમલો કરવા ઉપરાંત દોરડા વડે ગળે ટુંપો દઇને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. દિવાળીના બે મહિના પહેલા કલર કામ કરવા આવેલા બે કારીગરોએ જ વર્ષાબહેનની હત્યા કરવાનો પ્રયાસ કરી લૂંટ કરી હોવાની માહિતીના આધારે પોલીસે તેની શોધખોળ શરુ કરી છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વર્ષાબહેનની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.
 
આગળ વાંચો કોણ આવ્યુ હતુ કલરકામ કરવા
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Robbery from Banglow of Ahmedabad city,
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext