Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Reshuffle For Medical Admission Seat At Ahmedabad For Next Year

અમદાવાદ: પીજી મેડિકલની 570 ખાલી બેઠક માટે 20મીથી રિસફલિંગ

Bhaskar News, Ahmedabad | May 19, 2017, 02:53 AM IST

  • કોલેજના વાંકે વિદ્યાર્થીઓને પરેશાની (ફાઇલ તસવીર)
અમદાવાદ:પીજી મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં બીજે મેડિકલ કોલેજની ભૂલને કારણે રેડિયોલોજી બ્રાન્ચની બે  બેઠકોનો વધારો થઇ જતાં બીજા રાઉન્ડની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા રદ કરવી પડી હતી.  2 દિવસ દરમિયાન ફાળવાયેલા પ્રવેશ રદ કરી પીજી મેડિકલની 570 ખાલી બેઠક માટે હવે 20થી 22 દરમિયાન રિશફલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તમામ વિદ્યાર્થીઓને ફરી બોલાવાશે.

બીજીતરફ પ્રવેશ પ્રક્રિયા રદ કરવાનું ચોક્કસ કારણ જાણવા નહીં મળતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા હતાં. પરંતુ પ્રવેશ કમિટીના સભ્યોએ કોઇ જવાબ નહીં આપી હાંકી કાઢ્યા હતાં. આ અંગે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે. પીજી મેડિકલમાં પ્રવેશપ્રક્રિયાનો બીજો રાઉન્ડ 16 મેથી શરૂ કરાયો હતો. તા.17 અને 18 મે દરમિયાન વિદ્યાર્થીઓને રૂબરૂમાં પ્રવેશ અપાયો હતો. પ્રવેશ પ્રક્રિયા અગાઉ કોલેજો પાસેથી બેઠકોની યાદી મંગાવાઇ હતી.
 
આગળ વાંચો, કોલેજના વાંકે વિદ્યાર્થીઓને પરેશાન
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: reshuffle for medical admission seat at ahmedabad for next year
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended