Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Reshma Patel Say About The Election Proceduer And EVM

ગુજરાતમાં બેલેટ પેપરથી મતદાન માટે રેશ્મા પટેલની હાઇકોર્ટમાં રિટ

Bhaskar News, Ahmedabad | Mar 19, 2017, 01:38 AM IST

  • ઇવીએમ સામે લોકજાગૃતિ ફેલાવાશે : રેશ્મા
અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બેેલેટ પેપરનો ઉપયોગ થાય તેવી માગ સાથે પાટીદાર આંદોલનના અગ્રણી રેશ્મા પટેલે હાઇકોર્ટમાં જાહેરહીતની રિટ કરી છે. નાગરીકોનો લોકશાહીમાં વિશ્વાસ ટકી રહે તે માટે પણ આગામી ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ થાય તેવી રેશ્મા પટેલે પિટિશનમાં રજૂઆત થઇ છે.

પાટીદાર અનામત આંદોલનના અગ્રણી રેશ્માબેન પટેલે એડવોકેટ રફીક લોખંડવાલા મારફત કરેલી જાહેરહીતની રિટમાં રજૂઆત કરી છે કે, ચૂંટણીપંચ ભારત સરકારની અંડરમાં ફરજ બજાવે છે. ઇવીએમનું થર્ડ પાર્ટી ટેસ્ટીંગ થતું નથી. જેથી ઇવીએમમાં ચેડા થઇ શકે તેમ ન હોવાનું તેમનું સ્ટેટમેન્ટ માન્ય રાખી શકાય તેમ નથી.  તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં થેયલી ચૂંટણીમાં ભાજપાની જીત ઇવીએમમાં ચેડાને કારણે થઇ હોવાનો આક્ષેપ અનેક જાણીતા રાજકારણીઓએ પણ કરેલો છે. ભારે હોબાળા વચ્ચે લોકો હવે ચૂંટણી માટે બેલેટ પેપરની માગ કરી રહ્યા છે. ઇવીએમને કારણે તેમનો મત તેમના પસંદગીના ઉમેદવારને જતો નથી પરંતુ ચોક્કસ પક્ષને જાય છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે.

જેથી આગામી 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમને બદલે બેલેટ  પેપરનો ઉપયોગ કરવો જોઇએ તેવી તેમણે માગ કરી છે. મુક્ત અને પારદર્શક ચૂંટણી માટે દુનિયાના અનેક દેશોમાં આજે પણ બેલેટ પેપરથી મતદાન થાય છે. ચૂટણી પંચ કહે છેકે, ઇવીએમ ફુલપ્રુફ છે પરંતુ કોઇપણ મશીન 100 ટકા ભરોષાપાત્ર હોતુ નથી. ઇવીએમ બનાવવાની પદ્ધતી પણ ચૂંટણીપંચની વેબ સાઇટ પર નથી.
આગળ વાંચો, વધુ વિગતો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reshma patel say about the election proceduer and EVM
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended