Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ravi Pujari Threat On Call For Extortion Racket In Gujarat

મેને તુજે ફોન કીયા હૈ તો ફોન કા ખર્ચા તો દે દે: રવિ પુજારીનો ધમકી ભર્યો ફોન

divyabhaskar.com | Mar 17, 2017, 03:25 AM IST

  • રવિ પુજારીએ 60 જેટલા મોટા ગજાના લોકોને ફોન કર્યા હોવાનો તપાસ એજન્સીનો દાવો
અમદાવાદ: મેને તુજે ફોન કીયા હૈ તો મેરે ફોન કા ખર્ચ તો દેદે–આ વાત કોઇ ટપોરીની નહી પરંતુ પોતાને અંડરવર્લ્ડ ડોન ગણાવતા રવિ પુજારીએ ગુજરાતના મોટા ગજાના લોકોને કહી છે.રવિ પુજારીએ ગુજરાતમાં વેપારીઓને આપેલી ધમકીઓ સંદર્ભમાં તપાસ કરતા તેની વાત ચીતમાં આવી વાતો સામે આવી છે.તપાસ એજન્સીનું માનવુ છે કે રવિ પુજારી હાલ આર્થિક પાયમાલ થઇ ગયો છે.તપાસ એજન્સીનો એવો પણ દાવો છે કે તે એવુ પણ માને છે કે ગુજરાતમાં ખુબ રુપિયા છે જેથી તે છેલ્લા એક વર્ષથી ગુજરાતના અલગ અલગ જગ્યાએ 60 જેટલા લોકોને ફોન કરી ચૂંક્યો છે.

પોલીસના વિશ્વસનિય સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક સમયે દાઉદની જેમ જ સમગ્ર દેશમાં લોકો જેના ડરથી થરથર કાંપતા હતા તે રવિ પુજારીની હાલત હાલ રંક જેવી થઇ ગઇ છે. રવિ પુજારી છેલ્લા એક વર્ષથી ગુજરાતના 60 જેટલા વેપારીઓને ધમકી આપી ચૂક્યો છે.પરંતુ આ સંદર્ભે માત્ર 10 જેટલી ફરિયાદ કે અરજીઓ થઇ છે.કેટલાક કિસ્સામાં રવિ પુજારીને કેટલાક લોકોએ ખંડણી ચૂકવી દીધી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. રવિ પુજારીની આર્થિક સ્થિતી અત્યંત કથળી ગઇ હોવાની વિગતો તેની વાતચીતના આધારે પણ સામે આવી રહી છે.
આગળ વાંચો, કોઇ વેપારી ફરિયાદ કરવા તૈયાર નથી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ravi pujari threat on call for extortion racket in gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended