Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Rainsom Affected System To Be Found In Ahmedabad City

વાઇરસનો આતંક: અ'વાદ મ્યુનિ. અને કાલુપુર રેલવે સ્ટેશન રેનસમવેરની લપેટમાં

Bhaskar News, Ahmedabad | May 17, 2017, 00:44 AM IST

  • મોડે સુધી વાઇરસ એટેકની માહિતી છુપાવી રાખી
અમદાવાદ/મુંબઈ/લંડન:સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનારા રેનસમ વાઈરસની લપેટમાં મંગળવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની કમ્પ્યૂટર સિસ્ટમ પણ આવી ગઈ છે. મંગળવારે સવારથી જ મ્યુનિ.ના એકાઉન્ટ વિભાગની ત્રણ કમ્પ્યૂટર સિસ્ટમમાં રેનસમ વાઈરસ ઘૂસી ગયો હતો. બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશને પણ પાંચ કમ્પ્યૂટર સિસ્ટમમાં રેનસમવેર ત્રાટક્યો હોવાની બિનસત્તાવાર માહિતી મળી છે. જ્યારે સાઈબર સુરક્ષા કંપની સિમનટેક કોર્પ અને કાસ્પર સ્કાઈ લેબે એવી આશંકા જતાવી છે કે આ સાઈબર હુમલા પાછળ ઉત્તર કોરિયાનો હાથ છે.

આ મુદ્દે અંધાધૂંધી વ્યાપી હતી અને અધિકારીઓ પણ ટેન્શનમાં આવી ગયા હતા. જો કે, ટિકિટ વેન્ડિંગ સિસ્ટમ કાર્યરત હતી. મંગળવારે રાજયના મોટાભાગના એટીએમ ચાલુ રહયા હતા પરંતુ તેમાં રોકડની તંગી જણાઇ હતી. બેંક સત્તાવાળાઓએ સાઈબર એટેકને જોતાં એટીએમમાં રોકડ ભરી નહોતી. અમુક બેંકોએ એટીએમ બહાર નોટિસ પણ ચોંટાડી હતી કે સોફટવેર અપડેટના કારણે તેમને એટીએમ બંઘ રાખવાની ફરજ પડી છે.

આગળ વાંચો, શું કહે છે બેંકના જનરસ સેક્રેટરી?
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rainsom affected system to be found in ahmedabad city
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended