Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Naroda Patiya Case Follow Up Story About Amit Shash Makes Evidence

નરોડા ગામ પછી પાટિયા કેસમાં પણ અમિત શાહને સાક્ષી બનાવવા માંગ

Bhaskar News, Ahmedabad | Apr 21, 2017, 01:30 AM IST

  • નરોડા ગામ પછી પાટિયા કેસમાં પણ અમિત શાહને સાક્ષી બનાવવા માંગ,  ahmedabad city news in gujarati
અમદાવાદઃનરોડા ગામ કેસમાં સાક્ષી તરીકે અમિત શાહ સહિત અન્ય 8 સાક્ષીઓની જુબાની માટે હાજર કરવા માટે માયાબેન કોડનાની અરજી ડેઝીગ્નેટેડ કોર્ટે માન્ય રાખ્યા  બાદ હવે નરોડા પાટિયા કેસમાં પણ અમિત શાહ સહિત અન્ય 8 સાક્ષીઓને હાજર રાખી તેમની જુબાની નોંધવાની દાદ માગતી પિટિશન માયાબેન કોડનાનીએ હાઇકોર્ટ સમક્ષ કરી છે.

માયા કોડનાનીએ હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં અેવી રજૂઆત કરી છેકે, પાટીયા કેસમાં ન્યાયના હિતમાં સીઆરપીસીની કલમ 391 હેઠળ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત 8 સાક્ષીઓને જુબની માટે બોલાવવામાં આવે. હાઇકોર્ટને આ રીતે વધારાનો પુરાવો લેવાની સત્તા છે. ન્યાયના હિતમાં અને સત્ય બહાર લાવવા માટે હાઇકોર્ટે આઠ સાક્ષીઓને તપાસવા માટે બોલાવવામાં આવે. જેથી સત્ય બહાર આવી શકે.
 
સુનાવણી મુલતવી રાખી છે

હાઇકોર્ટે અરજી પરની સુનાવણી આગામી દિવસો પર મુલતવી રાખી છે. સુનાવણી દરમ્યાન માયાબેન તરફે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જુબાની માટે બોલાવવા માટે અરજી કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી બનાવ સમયે તેઓ વિધાનસભામાં હતા અને તે બાબતને લગતા પુરાવા માટે તેઓએ આ અરજી કરી હતી.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: naroda patiya case follow up story about amit shash makes evidence
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended