Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Name Of Candidates Beomces Blocker In Link Up Process Of Adhar And Paan

‘પાન’, ‘આધાર’ લિન્ક કરવામાં કરદાતાનું નામ જ અવરોધક બન્યું:નિયમ સરળ થશે

Bhaskar News,Ahmedabad | Apr 18, 2017, 01:55 AM IST

  • પાન’ કાર્ડ મુજબ આધાર કાર્ડમાં ફેરફાર કરાવે તે વધુ સલાહભર્યું
અમદાવાદઃ  કેન્દ્રે આધાર કાર્ડ-‘પાન’ નંબર લિન્ક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ પાન નંબર-આધાર કાર્ડમાં કરદાતાના નામમાં ફેરફાર કે તફાવત હોવાથી લિન્ક અપમાં મુશ્કેલી થાય છે. ‘પાન’ નંબરમાં કરદાતા- વ્યક્તિના નામમાં અટક, પિતાનું નામ સહિતની વિગતો આવશ્યક છે. જ્યારે આધાર કાર્ડમાં ડેટામાં વ્યક્તિના નામ અંગેની સંપૂર્ણ વિગતો પર ભાર મૂકાતો નથી. જેથી કરદાતા તેમના પાન કાર્ડ-આધાર કાર્ડ સાથે લિન્ક કરાવી શકતા નથી. ઈન્કમટેક્સમાં નામ સહિતની વિગતોને આધારે ફેરફાર કરાવવાની પ્રક્રિયા સરળ ન હોવાનું જોવા મળે છે.

સી. એ. ઈન્સ્ટિટ્યૂટના પૂર્વ ચેરમેન જૈનિક વકીલે કહ્યું કે, બેન્ક, ડીમેટ એકાઉન્ટ, સહિતના વ્યવહારોમાં ‘પાન’ ફરજિયાત બનાવાયું છે. 1 જુલાઈ પછી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક અપની પ્રક્રિયા સરળ બને તે માટે વિન્ડો શરૂ કરવા સહિતના પગલાં લેવાશે. કરદાતાઓએ, ‘પાન’ કાર્ડ મુજબ આધાર કાર્ડમાં ફેરફાર કરાવે તે વધુ સલાહભર્યું છે. ‘પાન’ અને આધાર કાર્ડ લિન્ક કરવામાં વ્યક્તિનાં નામની વિગતોમાં ફેરફાર અવરોધક બને છે. મોટાભાગની પ્રૌઢ વ્યક્તિ આધાર કાર્ડ ધરાવતા નથી.
 
આગળ વાંચો, આઇડીનો દૂર ઉપયોગ થવાની શક્યતા
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: name of candidates beomces blocker in link up process of adhar and paan
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended