Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Nagrik Manch Asked For The Custody Of CD Of Naliya Issues From Shankarsinh And Deputy CM

'નલીયા કાંડમાં તપાસ માટે નીતિનભાઈ અને શંકરસિંહ પાસેથી CD જપ્ત કરવી જોઇએ'

Hitesh Chavda, Ahmedabad | Mar 16, 2017, 21:21 PM IST

અમદાવાદ: નલીયા દુષ્કર્મની ૨૫મી જાનુઆરીએ નોધાયેલી ફરિયાદના બે મહિના થવા નજીક છે અને પોલીસ અન્ય આરોપીઓને પકડવામાં નિષ્ફળ નીવડી હોઈ અને વિપક્ષ પણ ચુપ બેઠો હોય ત્યારે અમદાવાદના નાગરિક મંચ દ્વારા  નલીયા દુષ્કર્મ  સંદર્ભે પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી. જેમાં મંચના પ્રતિનિધિઓ દ્વારા પીડિતાને પડી રહેલ તકલીફો, પોલીસની તપાસ અને રાજ્યમાં મહિલાઓના શોષણ વિષે મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું.

નલીયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચના પ્રતિનિધિઓએ નલીયા દુષ્કર્મની પીડિતા અને તેના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમાં બહાર આવેલી માહિતી પત્રકાર પરિષદમાં જાહેર કરી હતી. મંચના મીનાક્ષી જોશીએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે તેઓ પીડિતાના ગામેં પરિવારને અને તેને રૂબરૂ ત્રણ કલાક સુધી મળ્યા હતા. પીડિતાએ તેમણે કહ્યું હતું કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેને મોટી રકમ અને બંગલાની લાલચ આપવામાં આવી હતી. 

આ ઉપરાંત પોલીસ દ્વારા વાંરવાર પીડિતાને નિવેદન આપવાના બહાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે. પીડિતાના પરિવારની સ્થિતિ આર્થિક રીતે નબળી હોવા છતાં વારંવાર પીડિતાને પોલીસ દ્વારા નિવેદન લેવા માટે બોલાવવામાં આવે છે.   મીનાક્ષી જોશીએ જણાવ્યું કે પીડિતાએ એમને કહ્યું હતું કે તે સંપૂર્ણ રીતે પરેશાન છે, નાસીપાસ છે અને જીવન ટૂંકાવી દેવાની ઈચ્છા થઇ રહી છે જયારે તેના પતીએ જણાવ્યું હતું કે મરવા જ નીકળ્યા છીએ તો મોત ગમે ત્યારે આવે.

નાગરિક મંચને જયારે મોટા માથાઓ વિષે  અને લાલચ આપનાર અધિકારી વિષે પૂછવામાં આવ્યું ત્યારે મંચના પ્રતિનિધિઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. તેમણે પીડિતાનું નામ દઈને જવાબ આપવાનો ટાળ્યો હતો. તેઓએ કહ્યું જે પીડિતાની આર્થિક સ્થિતિ ખરાબ છે જયારે એને માત્ર ૨૦, ૦૦૦ની સહાય કરવામાં આવી છે અને એને વારંવાર પોલીસ સ્ટેશન બોલવામાં આવતી હોવાથી તે ખુબ જ મૂંઝવણમાં છે.

મીનાક્ષીબેને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા રિમાન્ડ સમયે પણ કઈ પણ પૂછપરછ કરવામાં આવી નથી અને જો આવી હોત તો ૬૫ વ્યક્તિઓ માંથી બીજાના નામ પણ બહાર આવી ગયા હોત. તેમણે કોંગ્રેસની રેલીને કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસે  નલીયાથી રેલીતો કાઢી પણ પણ વિપક્ષના નેતાએ કહ્યું પછી કુલડીમાં ગોળ ભાંગ્યો હોય એવું લાગે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં સ્થિતિ ખરાબ છે અને વિપક્ષ પણ મહિલાઓના શોષણ સામે ચુપ બેસી ગયો છે.

મંચની માંગી છે કે વિધાનસભામાં કરાયેલી જાહેરાત મુજબ ન્યાયિક પંચ તાત્કાલિક જાહેરાત કરો અને તેના કાર્યક્ષેત્રમાં આ દીકરી સિવાયના ૩૫ બેહનોના, ૬૫ વ્યક્તિઓ દ્વારા  કરાયેલા દુષ્કર્મ અને જાતીય શોષણનએ આવરી લેવાય.  તેના પુરાવા માટે વિપક્ષના નેતા તથા  નાયબ મુખ્યમંત્રી પાસેથી CD પણ તાત્કાલિક ધોરણે મેળવવામાં આવે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nagrik Manch asked for the custody of CD of Naliya issues from Shankarsinh and Deputy CM
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended