Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» MLA Grant To Be Accepted By Corporation At Ahmedabad

અમદાવાદ શહેરના 14 ધારાસભ્યની ગ્રાન્ટ AMCને મળશે,વિકાસના કામોને વેગ

Bhaskar News, Ahmedabad | Apr 18, 2017, 02:12 AM IST

  • વિકાસકામો પણ સરળતાથી થઈ શકશે.
અમદાવાદ:  મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આવતી 21 પૈકીના 14 વિધાનસભા ક્ષેત્રમાં હવે ધારાસભ્યોની રજૂઆતને પગલે કલેક્ટરના બદલે મ્યુનિસિપલ કમિશનરને ગ્રાન્ટ ફાળવવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ધારાસભ્યો જે વિકાસકાર્યો પાછળ બજેટ ફાળવતા હતા, તેની મંજૂરીને 4 મહિના લાગતા હતા તેના બદલે હવે માત્ર એક જ મહિનામાં કામો શરૂ થઈ જશે. બીજી તરફ, જે-તે સોસાયટી પાસે વેરો ભરવાની પાવતી કે અન્ય કોઈ પુરાવા ન હોય તો કલેક્ટરાલયમાંથી ગ્રાન્ટ મંજૂર થતી નહોતી પણ હવે કોર્પોરેશન પાસે તમામ પ્રકારનો રેકોર્ડ ઉપલબ્ધ હોવાના કારણે આ પ્રકારે વિલંબિત કે ન થતાં વિકાસકામો પણ સરળતાથી થઈ શકશે.

રાજ્ય સરકાર દ્વારા હવે ધારાસભ્યોની વાર્ષિક 14 કરોડની ગ્રાન્ટની રકમ સીધેસીધી કોર્પોરેશનને ફાળવવાની હોવાના કારણે આ અન્વયે કરવાની થતી કાર્યવાહી બાબતે વિગતવાર સૂચનાઓ અને માર્ગદર્શન આપવા અને આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરતા મંગળવારે કોર્પોરેશનના દરેક ખાતાના અધિકારીઓની પ્લાનિંગ વિભાગ દ્વારા મિટિંગ બોલાવવામાં આવી છે. જેથી અધિકારીઓને પણ ઉપસ્થિત થતાં પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. આ માટેનો ખાસ ટ્રેનિંગ કેમ્પ રાખવામાં આવ્યો છે.

ધારાસભ્યોની ગ્રાન્ટના કોઇ હિસાબ ન હતા
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોર્પોરેશનમાં ધારાસભ્યોની ગ્રાન્ટના કોઈ હિસાબકિતાબ કે મંજૂરી આપવામાં આવતી ન હતી. પણ હવેથી મ્યુનિ.એ આ કામગીરી કરવાની હોવાથી ઝડપથી આ કામગીરી થઈ શકે અને નિયત સમયમર્યાદામાં થાય તે માટે ટ્રેનિંગ કેમ્પ રાખવામાં આવ્યો હોવાનું પ્લાનિગ વિભાગનો હવાલો સંંભાળતા પથિક શાહે જણાવ્યું છે.
 
આ વિસ્તારના ધારાસભ્યોની ગ્રાન્ટ કોર્પોરેશન મંજૂર કરશે
-ઘાટલોડીયા
-નારણપુરા
-સાબરમતી
-વેજલપુર
-દરિયાપુર
-જમાલપુર
-ખાડિયા
-એલિસબ્રિજ
-અસારવા
-બાપુનગર
-ઠક્કરબાપાનગર
-નિકોલ
-નરોડા
-વટવા
-મણીનગર
 
આગળ વાંચો, હવે એક જ જગ્યાએથી તમામ કામગીરી થઈ શકશે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MLA grant to be accepted by corporation at ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended