Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» International Consumer Rights Day To Celebrate Today

અ'વાદ: નાની રકમ માટે મોટી લડાઈ, 10 રૂપિયા માટે 8,000 ખર્ચ્યા

Bhavesh Rajput, Ahmedabad | Mar 14, 2017, 23:19 PM IST

  • અ'વાદ: નાની રકમ માટે મોટી લડાઈ, 10 રૂપિયા માટે 8,000 ખર્ચ્યા,  ahmedabad city news in gujarati
અમદાવાદ: બુધવારે આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે. ગ્રાહકોને લૂંટતા વેપારીઓ અને દુકાનદારો સામે અવાજ ઉઠાવવાના દિવસે રાજકોટના જેતપુર ગામના બે કિસ્સા, જેમણે નજીવી રકમ માટે પણ ગ્રાહક ફોરમમાં કેસ કરી દાખલો બેસાડ્યો.
 
મહેશ ભેડા પાસેથી હોટલ મૅનેજરે 3 છાશના રૂ. 60 લીધા હતા. બિલમાં 1 છાશની એમઆરપી રૂ. 10.50 લખી હતી, તેના બદલે રૂ. 20 ગણ્યા હતા. તેમણે રાજકોટ જિલ્લાની ગ્રાહક સુરક્ષા કચેરીમાં ફરિયાદ કરી.  7 મહિના કેસ ચાલ્યો, જેમાં 30 રૂપિયાની લડાઈમાં મહેશભાઈએ રૂ. 8000 ખર્ચ્યા. તેઓ કેસ જીત્યા જેમાં તેમને છાશમાં વધુ આપેલા રૂ. 35 અને દાદના રૂ. 500 મળી કુલ રૂ. 535 મળ્યા જ્યારે હોટેલ સંચાલકને રૂ. 5000નો દંડ થયો.
 
મહેશ ભેડાએ કહ્યું, ‘આ હોટેલમાં કેટલાય લોકો પાસેથી એમઆરપી કરતાં વધુ રૂપિયા લેતા હશે. એટલે મેં કેસ કર્યો. મારા રૂ. 8000 ખર્ચાયા સામે હોટેલના રૂ. 35થી 40,000 ખર્ચાયા.’ 2015માં જતીન દેગડાને જૂતાંના દુકાનદારે રૂ. 600ના બૂટ બતાવ્યા, પરંતુ બોક્સ પર રૂ. 449 એમઆરપી લખી હતી. તેમણે રાજકોટની ગ્રાહકસુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી. દુકાનદારે ભૂલ સ્વીકારી જતીનભાઈના વકીલની ફી અને 5000 વળતર પેટે આપ્યા.
 
વર્ષ 2015-16માં 10,188 ફરિયાદ મળી

ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન નંબર (1800 233 0222) પર વર્ષ 2015-16માં 10188 જ્યારે રૂબરૂમાં 1497 ફરિયાદ મળી. તેમાંથી 156 ફરિયાદમાં ગ્રાહકને ન્યાય અપાવ્યો તેમજ 377 ફરિયાદમાં મધ્યસ્થી રહ્યા. ઘણી વાર ગ્રાહક 50-100 રૂપિયા માટે પણ ફરિયાદ કરવા આવે છે, જેમાં સવાલ પૈસાનો નહીં પણ ન્યાયનો હોય છે. અમે લેખિતમાં ફરિયાદ લઈને સામેવાળાને ફોન પર તેમજ રૂબરૂમાં સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ છે. - પ્રીતિબહેન શાહ, જનરલ મેનેજર, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: International Consumer Rights Day to celebrate today
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended