Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» High Court Rise Proposal Of Aanad Niketan School In Matter Fee

આનંદ નિકેતન સ્કૂલને ફી માટે પ્રપોઝલ આપવાની મુદત હાઇકોર્ટે વધારી આપી

Bhaskar News, Ahmedabad | May 17, 2017, 02:25 AM IST

  • આનંદ નિકેતન સ્કૂલને ફી માટે પ્રપોઝલ આપવાની મુદત હાઇકોર્ટે વધારી આપી,  ahmedabad city news in gujarati
અમદાવાદ: શહેરના પ્રતિષ્ઠિત આનંદ નિકેતન સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ કમિટી સમક્ષ રજૂ કરવાની ફી પ્રપોઝલ અરજીની મુદત લંબાવી આપવા માટે કરેલી માગ હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી તેમને 15મી જૂન સુધીમાં આ અરજી રજૂ કરવાની મુદત આપી છે. આ કેસની વિગત એવી છે કે, આનંદ નિકેતન સ્કૂલ દ્વારા અર્જન્ટ ચાર્જની કોર્ટમાં રિટ કરી રજૂઆત કરાઈ હતી કે, અન્ય સીબીએસઇ સ્કૂલને જે રીતે તેમની ફી સ્ટ્રક્ચરના પ્રપોઝલ માટેની મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો છે તે રીતે તેમને પણ આ પ્રપોઝલ રજૂ કરવાના સમયમાં વધારો કરી આપવામાં આવવો જોઇએ.

તેઓ રાજ્ય સરકારના ફી નિર્ધારણ- નિયમને લગતા કાયદાને પડકારવાની પોતાની તક હાલ પૂરતી ખુલ્લી રાખવા માગે છે. જેને ધ્યાને લઇ જસ્ટિસ બિરેન વૈષ્ણવે અન્ય શાળાઓની જેમ આનંદ નિકેતન સ્કૂલને પણ ફી સ્ટ્રક્ચર પ્રપોઝલ રજૂ કરવાની મુદતમાં વધારો કરી 15મી જૂન સુધીનો સમય આપ્યો છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: high court rise proposal of aanad niketan school in matter fee
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended