Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Gujarat Become First State To Punished On Beef

ગૌવંશ હત્યા માટે સજાનો અમલ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનશે: CM

Bhaskar News, Ahmedabad | Mar 19, 2017, 02:00 AM IST

  • ગૌવંશ હત્યા માટે સજાનો અમલ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનશે: CM,  ahmedabad city news in gujarati
અમદાવાદઃચેખલા-વાંસજડામાં યોજાયેલા રાજ્યની પાંજરાપોળ-ગૌશાળાના ટ્રસ્ટીઓના બે દિવસીય સંમેલનનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ગૌવંશ હત્યા પરના પ્રતિબંધનો જે નિર્ણય કર્યો હતો તેને આ સરકાર કડક કાયદો બનાવીને આવા કાયદાનો અમલ કરાવનાર દેશનું પહેલું રાજ્ય બનશે.
 
 
ભારતીય સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતાને જે મહત્વ આપવામાં આવ્યું છે તેને પ્રતિપાદિત કરતાં ગંગા શુદ્ધીકરણ અભિયાન, સંસ્કૃત વિદ્યાપીઠ-પાઠશાળા દ્વારા વેદોના મહાત્મ્યથી ગીતાજીનું જતન અને ગૌવંશ હત્યા પ્રતિબંધ સાથે ગાય માતાના જતન-સંવર્ધન માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ માટે કડક કાયદો લાવી તેનો અમલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. પશુપાલકોની મૂડી સમાન ગૌધનના સંવર્ધન અને નસ્લ સુધારણા માટે રાજ્યમાં રપ૦ જેટલા નંદીઘર શરૂ કરવા રાજ્ય સરકારે ૮૮.૪ર કરોડનું બજેટ ફાળવ્યું છે.

આ ઓલાદ-નસ્લ સુધારણાને પરિણામે આવનારા ૩ વર્ષમાં પશુપાલકની ઓળખ-વ્યાખ્યા તેના પશુ દ્વારા થતા વિપુલ દૂધ ઉત્પાદનથી થાય તેવી નેમ રાખી છે.  ગૌચરની જમીન પશુઓ માટે ડેવલપ થાય  તેમજ ખેડૂતોના ઊભા પાકને રોઝ-ભૂંડના ત્રાસથી બચાવવા પશુ હત્યા નહિ, ૭પ૦ કરોડના ખર્ચે કાંટાળી તારની વાડ કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયો પણ કર્યા છે.  આ નિમિત્તે વાપી અને રાજકોટની પાંજરાપોળ માટે પ્રતીકરૂપે પ્રત્યેકને રૂ. પાંચ લાખના ચેક અર્પણ કર્યા હતા. તેમણે અદ્યતન એમ્બુલન્સનો પણ લોકાર્પણ કર્યું હતું.
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat become first state to punished on beef
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended