Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Guj University New Vc Takes Onus To Run New Flair

અ'વાદ: ગુજરાત યુનિ.ના નવા કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ જવાબદારી સંભાળી

Bhaskar News, Ahmedabad | May 17, 2017, 01:40 AM IST

  • ડો. હિમાંશુ પંડ્યા, કુલપતિ, ગુજરાત યુનિ.
અમદાવાદ:ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. એમ.એન. પટેલનો કાર્યકાળ પૂર્ણ થયા પછી કાર્યકારી કુલપતિનો હવાલો સંભાળનાર બોટની વિભાગના અધ્યાપક પ્રો ડો. હિમાંશુ પંડ્યાની મંગળવારે શિક્ષણ વિભાગે 17મા કુલપતિ તરીકેની નિમણૂક કરી છે. પૂર્વ કુલપતિ ડો.એમ.એન.દેસાઈ બાદ ડો. પંડ્યાએ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ભવનમાંથી 23 વર્ષ બાદ એક અધ્યાપક તરીકે કુલપતિ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.  

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એમજી સાયન્સમાંથી બોટની વિષયમાંથી બીએસસી કર્યા પછી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ સ્કૂલ ઓફ સાયન્સમાંથી એમએસસી, પીએચડી કરનાર ડો. પંડ્યા અગાઉ સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકેની કામગીરી બજાવી ચૂક્યા છે.

ડો. પંડ્યાની સાથે અન્ય બે દાવેદાર પણ આ રેસમાં હતા
ડો. હિમાંશુ પડ્યાની સાથે દિલ્હી યુનિ.ના અધ્યાપક પ્રો. પી કે દાસ અને સૌરાષ્ટ્ર યુનિ.ના મેનેજમેન્ટ વિષયના પ્રો. આલોક ચક્રવાકનો સમાવેશ થતો હતો. બધાને સાથે રાખવાનો અભિગમ તેમજ ભાજપના નેતા ભરત પંડ્યા સગા થતા હોવાથી આ બે બાબતો ઉપયોગી નિવડી હોવાની ચર્ચા છે.
 
આગળ વાંચો, શું કહે છે નવા કુલપતિ?
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: guj university new vc takes onus to run new flair
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended