Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Guj Chember Of Commerce Election Preparation And Candidates Promotion

અમદાવાદ: ગુજરાત ચેમ્બરની ચૂંટણીમાં પોતાને બિનહરીફ ચૂંટવા ગોઠવણો શરૂ

Bhaskar News, Ahmedabad | May 16, 2017, 01:37 AM IST

  • ફોર્મ ભરે તે ઉમેદવારે ચૂંટણી લડીને ચેમ્બરમાં હોદ્દો મેળવવાનો રહેશે (ફાઇલ તસવીર)
અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીઆઈઆઈસી)ની તા.17 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે આવતીકાલ તા.16 મે, 2017ના રોજથી તમામ કેટેગરીના ઉમેદવારો માટેના ફોર્મનું વિતરણ અને ફોર્મ ભરવાનો પ્રારંભ થશે. તા. 27 મે સુધી ફોર્મ ભરી શકાશે અને ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ તા.31 મે છે. ફોર્મ પરત ખેંચાય પછી ચેમ્બરમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. ચેમ્બરમાં ચૂંટણી સમરસ થાય અને પોતાના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તે માટેની હિલચાલ જોવા મ‌ળે છે.

ચેમ્બર પ્રેસિડેન્ટ બિપિન પટેલ અને સિનિયર વા. પ્રેસિડેન્ટ શૈલેષ પટવારીએ  કહ્યું કે, 2017-18ના વર્ષ માટેના હોદ્દેદારો માટેની ચૂંટણી 17 જૂને યોજાશે અને તે માટેના ફોર્મનું વિતરણ  અને ભરીને પરત આપવાનું તા.16 મેથી શરૂ થશે. ચૂંટણીમાં જે કેટેગરી માટે ફોર્મ ભરે તે ઉમેદવારે ચૂંટણી લડીને ચેમ્બરમાં હોદ્દો મેળવવાનો રહેશે. ફોર્મ પરત ખેંચનારને કો-ઓપ્ટ કરાશે નહીં કે અન્ય સમિતિમાં સમાવેશ કરાશે નહીં.

આગળ વાંચો, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા માટે ત્રણથી વધુ સભ્યો મેદાનમાં
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: guj chember of commerce election preparation and candidates promotion
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended