Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Gmdc Ground To Be Give For Food Bazaar Without Permission

GU પાસેથી કોન્ટ્રાક્ટરે ભાડે લીધેલું મેદાન ખાણીપીણી બજારને સોંપ્યું

Bhaskar News, Ahmedabad | Apr 21, 2017, 02:00 AM IST

  • યુનિવર્સિટીની જાણ બહાર અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાને આ મેદાન પેટા ભાડે આપી શકે નહીં.
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પાસેથી ભાડે લીધેલું જીએમડીસીનું મેદાન કોન્ટ્રાક્ટરે કોઈની પરવા કર્યા વગર ખાણીપીણીના બજાર માટે સોંપી દઈ મહિને છ લાખ સુધીની આવક રળવાનું શરૂ કરી દીધું હોવાનું ગુજરાત પ્રદેશ યુથ કૉંગ્રેસે કાર્યકારી કુલપતિને આવેદન આપ્યું છે. વિદ્યાર્થીઓના ઘડતર માટે ભાડે મળેલી જમીનનો દૂરુપયોગ થઈ રહ્યો છે અને સરકાર ચૂપ છે.

યુનિવર્સિટીનું જીએમડીસીનું મેદાન રૂપિયા 8 કરોડના ખર્ચે ભાડે અપાયું છે. કોન્ટ્રાક્ટર યુનિવર્સિટીની જાણ બહાર અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાને આ મેદાન પેટા ભાડે આપી શકે નહીં. તેમ છતાં તમામ નિયમો નેવે મૂકી યુનિવર્સિટીનું મેદાન પેટા ભાડે આપી દીધું હોવાનું કહેતાં યુથ કૉંગ્રેસના મહામંત્રી પાર્થિવસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ કન્વેન્શન હોલનું ખાનગીકરણ અને વેપારીકરણનો સતત વિરોધ જ કર્યો છે. કન્વેન્શન હોલની બાજુનું મેદાન વાહન પાર્કિંગ માટે ભાડે અપાયું છે, પરંતુ હાલ તેનો ઉપયોગ ખાણીપીણીના બજાર તરીકે થઈ રહ્યો છે.

મહિને રૂ.6 લાખનું ભાડું
કોન્ટ્રાક્ટરે યુનિવર્સિટીની માલિકીની જગ્યામાં ખાણીપીણીના સ્ટોલ ઊભા કરી ભાડે આપી દીધા છે, જેનું મહિને અંદાજે 6 લાખ  ભાડું વસૂલે છે.યુનિવર્સિટીએ કરેલા કરાર મુજબ કોન્ટ્રાક્ટર મેદાનને પેટા ભાડે આપી શકે નહીં તેમજ પાર્કિંગ સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકે નહીં. તેમ છતાં નિયમો નેવે મુકી મેદાન ભાડે આપી આવક રળી રહ્યો છે. આમાં વિદ્યાર્થીઓને કોઇ જ ફાયદો નથી.
 
આગળ વાંચો, યુનિ.માં માત્ર કુલપતિનું કુલર ચાલે છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gmdc ground to be give for food bazaar without permission
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended