Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Free Control Committee Listen Complain From Parents

અમદાવાદ: સ્કૂલો ફી નહીં ઘટાડે તો વાલીને બોલાવી રજૂઆત સાંભળાશે

Bhaskar News, Ahmedabad | May 16, 2017, 02:56 AM IST

  • અમદાવાદ: સ્કૂલો ફી નહીં ઘટાડે તો વાલીને બોલાવી રજૂઆત સાંભળાશે,  ahmedabad city news in gujarati
અમદાવાદ:  ખાનગી સ્કૂલોની ફીની લગામ ખેંચતા વિધેયકનો અમલ કરવારાજ્યના ચારેય ઝોનમાં ચાર કમિટી બનાવાઇ છે. અમદાવાદમાં રચાયેલી કમિટી 24મી મે પછી વિવિધ દરખાસ્તોની ચકાસણી કરશે. કમિટીના આદેશ પછી પણ સ્કૂલો પાલન નહીં કરે તો વાલીને રૂબરૂ સાંભળી પછી સ્કૂલ સંચાલકને બોલાવશે ફરિયાદનો નિકાલ કરાશે.

રાજ્ય સરકારના ફી વિધેયકમાં દર્શાવ્યા મુજબ 15 હજાર, 25 હજાર અને 27 હજારથી વધુ ફી લઇ શકાતી નથી. તેમછતાં જે સ્કૂલોએ ફી વધારવી હોય તેવી સ્કૂલોને તમામ પુરાવા સાથે ડીઇઓ કચેરીમાં દરખાસ્ત કરવા તાકીદ કરાઇ છે. ડીઇઓ કચેરીમાં ફી વધારાની દરખાસ્તના પુરાવાની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. 24મી મે સુધી સ્કૂલ સંચાલકો દરખાસ્ત કરી શકશે.  ત્યારબાદ તમામ દરખાસ્તો અમદાવાદ ઝોનની કમિટી સમક્ષ મોકલી અપાશે. ડીઇઓ કચેરીમાં આવેલી તમામ દરખાસ્તો કમિટી સમક્ષ મુકાશે ત્યારબાદ તમામ દરખાસ્તોનો તબક્કાવાર નિકાલ કરાશે.

90 દિવસની અંદર દરખાસ્તનો નિકાલ કરવાનો રહેશે
નિયમ મુજબ 90 દિવસની અંદર દરખાસ્તનો નિકાલ કરવાનો રહેશે. પરંતુ કમિટી ઓછા સમયમાં દરખાસ્તનો નિકાલ કરી દેશે. કમિટીના આદેશનું તમામ સ્કૂલોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે. બીજીતરફ વધુ ફી ધરાવતી સ્કૂલોને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રૂબરૂ બોલાવી સરકારના ધારાધોરણ મુજબ ફી ઘટાડવા સમજાવાય છે. જેમાં સોમવારે ડીપીઓ એમ.એન.મહેતાએ વધુ ફી ધરાવતી આઠ સ્કૂલોમાં રૂપિયા એક હજારથી લઇ પાંચ હજાર સુધી અને જિલ્લા ડીઇઓ રાજ્યગુરુએ પણ આઠ સ્કૂલોને રૂપિયા 500થી લઇ પાંચ હજાર સુધીની ફી ઘટાડવા આદેશ કર્યો છે.
 
આ સ્કૂલોમાં ફી ઘટાડો કરાયો છે  
સ્કૂલનું નામનવી ફીઘટાડો
ગેલેક્સી ગ્લોબલ સ્કૂલ150005100
ક્લાસિક પ્રાઈમરી150002000
સરિતા વિદ્યાવિહાર150004000
શક્તિ ઇંગ્લિશ સ્કૂલ150001000
5 એલીમન્ટસ ઇંગ્લિશ સ્કૂલ150003000
ગ્રીન વિલ્સ પબ્લિક સ્કૂલ150002800
કાલિન્દી જયંતીભાઇ પટેલ150003200
ન્યૂ સંસ્કાર પ્રાઈમરી સ્કૂલ150002500
આદર્શ વિદ્યાલય245001500
આદર્શ વિદ્યાલય265003500
કે.આર.રાવલ265005000
કે.આર.રાવલ267604740
કામેશ્વર વિદ્યામંદિર24500700
કામેશ્વર વિદ્યામંદિર24500700
કામેશ્વર વિદ્યામંદિર26500500
આનંદનગર24500700
રાણીપ26500500
સેંટ એન્નસ265003500
સેંટ એન્નસ265003500
દિવ્યપથ સ્કૂલ245001500
દિવ્યપથ સ્કૂલ23500500  
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: free control committee listen complain from parents
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended