Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» First Time Court Case By Video Conference With High Court And Others

HC સહિત 5 કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી કેસ ચાલશે: કુલ 9 લોકેશન પર સિસ્ટમ તૈયાર

Dharmishtha Patel, Ahmedabad | Apr 21, 2017, 02:00 AM IST

  • HC સહિત 5 કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી કેસ ચાલશે: કુલ 9 લોકેશન પર સિસ્ટમ તૈયાર,  ahmedabad city news in gujarati
અમદાવાદઃ જેલમાંથી વિડિયો કોન્ફરન્સ થકી કોર્ટ કેસ ચલાવવાની પ્રક્રિયામાં ગૃહવિભાગ વધુ સજ્જ થયો છે. તેના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટને પ્રથમવાર 3 વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમથી સજ્જ કરી શહેરની અન્ય જેલો સાથે જોડવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત રાજ્યની 5 કોર્ટ, એક જેલ એમ કુલ 9 લોકેશન પર 1-1 સિસ્ટમ લગાવાશે. આ સિવાય જે કોર્ટ અને જેલમાં મળીને કુલ 29 લોકેશન પર વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ છે તેની આવરદા પુરી થઇ  ગઇ હોઇ ત્યાં નવી સિસ્ટમ લગાવાશે. આ પ્રક્રિયા 2 મહિનામાં પુરી કરી દેવામાં આવશે. આ સમગ્ર પ્રોજેર્ટમાં 4 કરોડ રૂ.નો ખર્ચ થશે.

ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોય તેવા ગનેગારોની સુરક્ષા તથા તેમને લાવવા લઇ જવામાં ઘણો સમય જતો રહેતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યની કેટલીક જેલ તથા કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ સિસ્ટમની શરૂઆત 2005-6માં કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત હાઇકોર્ટ આ સિસ્ટમથી બાકાત હતું, પણ 2 મહિનામાં ગુજરાત હાઇકોર્ટમાં પણ 3 વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ લગાવાશે. હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની ચેમ્બરમાં, કમિટી રૂમ તથા આઇટી સેલમાં વિડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ લગાવી તેને રાજ્યની જેલો સાથે જોડી કેસ ચલાવવામાં આવશે.  હોઇકોર્ટ સહિત ગાંધીધામ સેસન્સ કોર્ટ, દાહોદ ડિસ્ટ્રિક કોર્ટ, ગાંધીનગર ડિસ્ટ્રિક કોર્ટ, તાપી ડિસ્ટ્રીક કોર્ટ, વલસાડ ડિસ્ટ્રીક કોર્ટ અને  ગળાપાદર જેલમાં 1-1 વિડિયો સિસ્ટમ લગાવવામાં આવશે.
 
આ સિસ્ટમથી સમય અને શકિત બચશે

જેલના આઈજી ડો. ટી.એસ. બિસ્ટના જણાવ્યાનુસાર સાબરમતી જેલમાં રાજ્યની બહારની કોર્ટમાં કેસ હોય તેવા કેદીઓ પણ છે. જેનું નિવેદેશન અમે આ સિસ્ટમથી અગાઉ પણ કરાવ્યું છે. ઘણીવાર એક આરોપીનું કોર્ટમાં 15 મિનિટનું કામ હોય અને તેની સાથે રહેલા અન્ય આરોપીનું નિવેદન ચાલે ત્યાં સુધી તેને ત્યાં રાખવા પડતા હોય છે. આ સિસ્ટમથી સમય અને શક્તિ બચશે. સાથે સાથે કેદીઓની સુરક્ષા જ‌ળવાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: first time court case by video conference with high court and others
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended