Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Fire Accident In Sal Hospital At Ahmedabad Fire Resque To All

અમદાવાદની સાલ હોસ્પિટલમાં આગ લાગતાં નાસભાગ,100 લોકોનું રેસક્યું

Bhaskar News, Ahmedabad | May 19, 2017, 02:59 AM IST

  • સાલ હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ
અમદાવાદ: સાલ હોસ્પિટલમાં ગુરુવારે સાંજે આગ ભભૂકી ઊઠતાં દોડધામ થઈ હતી.  બીજી તરફ આગ બેકાબૂ જણાતા ફાયર બ્રિગેડે  કોલ જાહેર કરતા સમગ્ર શહેરના ફાયર સ્ટેશનોના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી.  આગ પર કાબુ મેળવવા માટે 4 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સાલ હોસ્પિટલમાં ગુરુવારે સાંજે 7 વાગે ત્રીજા અને ચોથા માળે આગ લાગી હતી. ઇક્વિપમેન્ટ સ્ટોર રૂમમાં અને ડાયાલિસિસ રૂમમાં આગનો ઘુમાડો નીકળ્યા બાદ આગ લાગી હતી. બે કલાકની મહેનતે ફાયરના ઓફિસરો સહિત 100થી વધારે જવાનોએ 27 ફાયર વાહનોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરના જવાનોએ દર્દી અને તેમના સગાં તથા હોસ્પિટલ સ્ટાફ મ‌ળી કુલ 100 જેટલા લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. હોસ્પિટલની ડિઝાઇન જોખમી હોવાથી ફાયરના જવાનોને મુશ્કેલી પડી હતી. આગમાં ઘુમાડો બહાર જઇ શકે એવી કોઇ શક્યતા ન હોઇ 4 જવાનને ગુંગણામણ થઈ હતી.
 
આગળ જુઓ, વધુ તસવીરો
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: fire accident in sal hospital at ahmedabad fire resque to all
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended