Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Fir Against Famous Comedian Sunil Grover In Ahmedabad

અ'વાદ: સુનીલ ગ્રોવર સામે છેતરપિંડીની ફરિયાદ, શોને લઇને થઇ તકરાર

Bhaskar News, Ahmedabad | May 19, 2017, 10:14 AM IST

  • આયોજકે 5 એપ્રિલે રૂ. 10 લાખ દેવાંગના એકાઉન્ટમાં જમા કરાવ્યા
અમદાવાદ:કપિલ શર્માના શૉમાં ડૉ. ગુલાટીથી પ્રખ્યાત થયેલા સુનીલ ગ્રોવર અને તેની ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપની સામે અમદાવાદના ઇવેન્ટ ઓર્ગેનાઇઝરે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવા મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી કરી છે. અરજીના અનુસંધાને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ  એચ. આર. શાહે નવરંગપુરા પોલીસને તપાસનો આદેશ કર્યો છે. અને આ તપાસનો અહેવાલ 60 દિવસમાં કોર્ટને સુપરત કરવા તાકીદ કરી છે.

અમદાવાદના જસુપૂજા ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીના રાજપાલ શાહે ‘કોમેડી નાઇટ વિથ કપિલ શર્મા’ કાર્યક્રમના સહકલાકારો સુનીલ ગ્રોવર, સુનંદા મિશ્રા, કીકુ શારદા, ચંદન પ્રભાકર અને અલી અસગર સહિતના કલાકારો સાથે અમદાવાદમાં એક કોમેડી નાઇટનું આયોજન કર્યું હતું. આ માટે તેમણે 4 એપ્રિલે સુનીલ ગ્રોવર માટે ઇવેન્ટ મૅનેજમેન્ટનું કામ સંભાળતા એક્સફેક્ટર એન્ટરટેઇનમેન્ટના દેવાંગ શાહનો સંપર્ક સાધ્યો હતો. દેવાંગ શાહે સર્વિસ ટેક્સ ઉપરાંત રૂ. 40 લાખમાં ઇવેન્ટ યોજવા તૈયારી દર્શાવી હતી.  
 
આગળ વાંચો, વધુ વિગતો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: fir against famous comedian sunil grover in ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended