Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Cheque Return Complaint And Their Verdict From High Court

રૂ. 12 લાખના ચેક રિટર્નનો કેસ 17 વર્ષ સુધી ચાલ્યો, અંતે એક જ વર્ષની સજા થઈ

Vijay Zala, Ahmedabad | Apr 19, 2017, 02:23 AM IST

  • રૂ. 12 લાખના ચેક રિટર્નનો કેસ 17 વર્ષ સુધી ચાલ્યો, અંતે એક જ વર્ષની સજા થઈ,  ahmedabad city news in gujarati
અમદાવાદ: 17 વર્ષ પહેલા રૂ.12.63 લાખના ચેક રિટર્ન કેસમાં અમેરિકા ભાગી ગયેલા આરોપી તુષાર પટેલને મેટ્રો કોર્ટે 1 વર્ષની કેદની સજા કરી છે.  મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ એ.એચ.ધમાણીએ ભાગેડુ આરોપી સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું છે. ભાગેડુ આરોપીને પરત અમદાવાદની કોર્ટમાં હાજર કરવા ફરિયાદી દિલ્હીની એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાની મદદ માંગવા કોર્ટમાં અરજી કરશે. આ કેસમાં 1 વષર્ની સજા પામેલા અન્ય આરોપી ગોપાલ શાહને ઉચ્ચ કોર્ટમાં અપીલ કરવા જામીન આપ્યા છે.

વટવા જી.આઇ.ડી.સી ખાતે ક્રિષ્ના કેમિકલ્સના માલિક કિરીટ શાહ પાસેથી બ્રહ્મા ઇન્ટસ્ટ્રીઝના માલિકો તુષાર પટેલ અને ગોપાલ શાહ માલ ખરીદતા હતાં. જે અંગે તેમણે ક્રિષ્ના કેમિકલ્સમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. ખરીદેલા માલ પેટે બ્રહ્મા ઇન્ડસ્ટ્રીઝે  ક્રિષ્ના કેમિકલ્સને રૂ.12.63 લાખ ચૂકવવાના હતાં.  જે પેટે તુષાર અને ગોપાલે કિરીટ શાહને કુલ 4 ચેક આપ્યા હતાં. આ ચેકો બેન્કમાંથી રિટર્ન થતાં 6 ઓક્ટોબર 1999 માં કિરીટ શાહે એડ્વોકેટ અયાઝ શેખ મારફતે બ્રહ્મા ઇન્ડસ્ટ્રીઝના માલિકો તુષાર પટેલ અને ગોપાલ શાહ સામે મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

આ કેસની સુનાવણી ચાલુ હતી અને ચુકાદો આવવાનો બાકી હતો ત્યારે 6 માસ પહેલા જ આરોપી તુષાર પટેલ અમેરિકા ભાગી  ગયો હતો.  કોર્ટે ચુકાદો જાહેર કરતા એવું નોંધ્યું હતું કે, એક કરતા વધારે આરોપી હોય અન્ય આરોપીને બીજા આરોપીની રાહ ના જોવી પડે અને પક્ષકારોને ધક્કા ના ખાય અને ઝડપી ન્યાય મળે તે માટે ગેરહાજર રહેલા આરોપીને 1 વર્ષની સજાનો આદેશ કરી તેની સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવે છે. બીજી તરફ ફરિયાદી કિરીટ શાહના એડ્વોકેટ અયાઝ શેખે અમેરિકા ભાગી ગયેલા આરોપી તુષાર પટેલને પરત લાવવા માટે દિલ્હી સ્થિત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાના લીગલ સેલની મદદ માંગવા માટે કોર્ટમાં અરજી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: cheque return complaint and their verdict from high court
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended